મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા પાસે બાઈકમાંથી નીચે પડતાં ઇજા પામેલ મહિલાને અમદાવાદ સારવાર માટે ખસેડાયા


SHARE







મોરબીના બગથળા પાસે બાઈકમાંથી નીચે પડતાં ઇજા પામેલ મહિલાને અમદાવાદ સારવાર માટે ખસેડાયા

મોરબી તાલુકાના બગથળા ગામથી કાંતિપુર ગામ તરફ જવાના રસ્તા ઉપર ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈકમાં પાછળના ભાગે બેઠેલા આધેડ મહિલા રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતી જેમાં ઇજા પામેલ મહિલાને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ બબીકાનગરમાં રહેતા ચંપાબેન મૂળજીભાઈ મકવાણા (૫૦) નામના આધેડ મહિલા બગથળા ગામથી કાંતિપુર ગામ તરફ જવાના રસ્તા ઉપર બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર અકસ્માતે તે રસ્તામાં બાઈક ઉપરથી નીચે પટકાતા ચંપાબેનને ઇજાઓ થઈ હતી જેથી તેને ઇજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ મહિલાને અમદાવાદ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ કેડીલો ફેક્ટરીમાં રહેતા અને ત્યાં કામ કરતા સંજુભાઈ રતનભાઇ યાદવ (૫૨) નામના આધેડ ત્યાં કારખાનામાં હતા ત્યારે ત્યાં મારામારીની ઘટના બની હતી અને જેમાં તેને ઈજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જશપલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે






Latest News