ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા નજીકથી ૩૩૬૦ બોટલ દારૂ ભરેલ ગાડી સહિત ૫.૯૧ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ: એક ફરાર


SHARE







ટંકારાના મિતાણા નજીકથી ૩૩૬૦ બોટલ દારૂ ભરેલ ગાડી સહિત ૫.૯૧ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ: એક ફરાર

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામ પાસે ઈરીગેશનના બંગલા સામે રોડ ઉપર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ એસેન્ટ ગાડી અને તેની પાછળ આવી રહેલ મહિન્દ્રા જીતો પ્લસ ગાડીને રોકાવામાં આવી હતી ત્યારે મહેન્દ્ર જીતો ગાડીનો ચાલક પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી કરીને પોલીસ દ્વારા વાહનોને ચેક કરવામાં આવતા મહિન્દ્રા જીતો પ્લસ ગાડીમાંથી દારૂની નાની ૧૯૨૦ બોટલ તેમજ ૧૪૪૦ પાઉચ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂનો જથ્થો તથા દોઢ લાખ રૂપિયાની કિંમતનું વાહન અને તે ગાડીનું પાયલોટિંગ કરતી એસેન્ટ ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ મળીને ૫,૯૧,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપીની ધરપકડ કરેલ છે અને વાહન છોડીને નાશી ગયેલા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દારૂ તેમજ રૂપિયાની હેરાફેરી ન થાય તે માટે થઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવતું હોય છે દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાં ઈરીગેશનના બંગલા સામેથી પસાર થઈ રહેલ એસન્ટ ગાડી અને મહિન્દ્રા જીતો પ્લસ ગાડીને રોકવામાં આવતા મહિન્દ્રા જીતો પ્લસ ગાડી નંબર જીજે ૩૬ વી ૪૩૫૬ નો વાહન ચાલક તેનુ વાહન ત્યાં સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને પોલીસ દ્વારા બંને વાહનોને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે મહેન્દ્રા જીતો પ્લસ ગાડીમાંથી દારૂની નાની ૧૯૨૦ બોટલો મળી આવતા ૧,૯૨,૦૦૦ ની કિંમતની દારૂની બોટલો તેમજ દારૂના ૧૪૪૦ પાઉચ મળી આવ્યા હતા જેની કિંમત ૧,૪૪,૦૦૦ અને ૧.૫ લાખ રૂપિયાની કિંમતનું વાહન તે ઉપરાંત દારૂ ભરેલી ગાડીનું પાયલોટિંગ કરી રહેલ એસન્ટ ગાડી નંબર જીજે ૩ સીએ ૫૭૬૮ જેની કિંમત એક લાખ રૂપિયા અને એક મોબાઈલ ફોન જેની કિંમત ૫૦૦૦ રૂપિયા આમ કુલ મળીને પોલીસે ૫,૯૧,૦૦૦ ની કિંમત નો મુદ્દા માલ કબજે કરીને એસન્ટના ચાલક સાજીદભાઈ અલ્લારખાભાઈ લંજા જાતે સંધી (૩૪) રહે જંકશન પ્લોટ શેરી નં-૧ રાજકોટ વાળા ની ધરપકડ કરેલ છે અને દારૂ ભરેલ વાહન નો ચાલક મોસીન રફીકભાઈ કડિયા રહે મોરબી વાળો નાસી છૂટ્યો હોય તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News