મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામે વૃદ્ધે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું


SHARE











હળવદના રાણેકપર ગામે વૃદ્ધે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું

હળવદ તાલુકાના રાણેક્પર ગામે રહેતા વૃદ્ધે કોઈ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા સનાભાઇ ગણેશભાઈ ઉડેચા (૬૨) નામના વૃદ્ધે પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને બાદમાં હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ એસ.ડી. સરૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હડમતીયા પાલનપીર પાસે રહેતા ગાડુંભાઈ સમાભાઈ ભરવાડ (૫૦) નામના આધેડ બાઈક લઈને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઇકને કોઈ કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેથી તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ મહાકાળી ચોક પાસે પવનસુત સોપની બાજુમાં રહેતા પ્રવીણભાઈ લીલાધરભાઇ બોપલિયા (૩૩) નામનો યુવાન મોરબીના ઘૂટું ગામ પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે કોઈ કારણસર ત્યાં તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતુ અને અકસ્માતના બનાવમાં તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી છે






Latest News