મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપના આગેવાન દ્વારા RTE ના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાનું હજુ પણ ચાલુ


SHARE







મોરબીમાં ભાજપના આગેવાન દ્વારા RTE ના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાનું હજુ પણ ચાલુ

ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે અને આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવેલ છે અને આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી તેમજ યુનિફોર્મપુસ્તકોસ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા વિદ્યાર્થીના વાલીના બેંક ખાતામાં જમા આપવામાં આવે છે

મોરબીના ત્રાજપર વિસ્તારમાં ભાજપ આગેવાન વિનોદ નાથાભાઈ ડાભી અને તેની ટીમે ત્રાજપર અંબિકા સોસાયટી બંગલો નંબર-૧ ખાતે RTE પ્રવેશ માટેના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાની વ્યવસ્થા કરેલ છે અને મોરબી માળિયા તથા ટંકારા પડધરી વિસ્તારના લોકોમાંથી કોઈને પણ RTE હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય તો ત્યાં ભાર આપવામાં આવશે આજે તા ૧૪ થી ૨૬ સુધી આ ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી અને ત્યાર સુધીમાં ૮૦ બાળકોના ફોર્મ ભરી આપ્યા હતા જો કે, હોળીની રજા આવી હતી જેથી કરીને સરકારે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરેલ છે જેથી આગામી ૩૦ મી તારીખ સુધી આ ફોર્મ ભરવાનું કામ ચાલુ રહેશે તેવું વિનોદ નાથાભાઈ ડાભીએ જણાવ્યુ છે અને આ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીનો જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો (લાઇટબીલરેશન કાર્ડ), વાલીનું જાતિનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, વાલીનો આવકનો દાખલો (મામલતદારનો), વિદ્યાર્થી નું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડચૂંટણી કાર્ડ, બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક સાથે લાવવાની રહે છે આ ફોર્મ ભરવા https://rte.orpgujarat.com/ ઉપર ભરવામાં આવે છે 






Latest News