મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારામાં યુવાનને આંતરીને અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને ધોકા વડે માર માર્યો: ૩૨ લાખ આપી દેજે નહિ તો જાનથી મારી નાખીશ


SHARE











ટંકારામાં યુવાનને આંતરીને અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને ધોકા વડે માર માર્યો: ૩૨ લાખ આપી દેજે નહિ તો જાનથી મારી નાખીશ

ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા યુવાનને અમરાપર રોડે ગેસની એજન્સી પાસે આંતરિને અગાઉ જેની સામે વ્યાજખોરીની ફરિયાદ કરી હતી તે શખ્સ સહિત કુલ ત્રણ શખ્સોએ સ્વિફ્ટ ગાડીમાં આવીને યુવાનને ધોકા વડે બંને પગ ઉપર માર માર્યો હતો અને ગાળો આપી હતી. આટલું જ નહીં પરંતુ અગાઉ વ્યાજના પૈસા ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજનું વ્યાજ અને પેનલ્ટી ગણીને ૩૨ લાખ આપી દેજે નહીંતર જાનથી મારી નાખશું તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા મહમદભાઈ ઉસ્માનભાઈ બાદી જાતે મોમીન (૩૦) નામના યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ મશરૂભાઈ ઝાપડા રહે. ટંકારા અને અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ટંકારાના અમરાપર રોડ ઉપર ગેસની એજન્સી પાસે મુકેશભાઈ ઝાપડા સહિતના ત્રણ શખ્સો બ્લુ કલરની નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડીમાં આવ્યા હતા અને અગાઉ તેની સામે વ્યાજખોરી બાબતનો કેસ કર્યો હતો તે બાબતનો ખાર રાખીને યુવાનને બે અજાણ્ય શખ્સો દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો બંને પગે ઇજા કરીને ગાળો આપવામાં આવી હતી તેમજ મુકેશભાઇના ૩૨ લાખ રૂપિયા આપી દેજે નહીંતર તને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વધુમાં ફરિયાદી સાથે વાત કરતા તેણે વર્ષ ૨૦૨૦ માં ટંકારાના મુકેશભાઈ ઝાપડા પાસેથી ૧૦  લાખ રૂપિયા ૧૦ ટકાના વ્યાજે લીધા હતા અને તે રૂપિયા વ્યાજ સહિત તેને ચૂકવી આપ્યા હતા તેમ છતાં પણ વ્યાજનું વ્યાજ અને તેના ઉપર પેનલ્ટી ગણીને તેની પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને અવારનવાર તેને ધાકધમકીઓ આપવામાં આવતી હતી અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય અગાઉ ફરિયાદી યુવાને એક વખત ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે, જે તે સમયે તેને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશ જાપડા સહિતનાઓની સામે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદનો ખાર રાખીને હાલમાં ફરી પાછા તેને આંતરીને માર મારવામાં આવ્યો છે અને તેની પાસેથી અગાઉ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ હાલમાં ૩૨ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે તેવું ભોગ બનેલ યુવાન જણાવી રહ્યો છે






Latest News