મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો બરોબર ચાલતો ન હોય યુવાને અજુગતું પગલું ભરી લેતા સારવારમાં ખસેડાયો


SHARE











મોરબીમાં કામ ધંધો બરોબર ચાલતો ન હોય યુવાને અજુગતુ પગલું ભરી લેતા સારવારમાં ખસેડાયો

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતો અને કલર કામનું કામકાજ કરતો યુવાન તેના ઘરે ગળાફાંસો ખાઈ ગયો હતો.જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ અહીંની સરકારી હોસ્પિટલે ત્યાંથી વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં અને બાદમાં હાલ વેન્ટિલેટર ઉપર ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. હાલ હોસ્પિટલ ખાતેથી યાદી આવેલી હોય પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.વધુમાં મળતી માહિતી પ્રમાણે યુવાન કલરકામનું કામકાજ કરતો હતો પરંતુ તેનું કામકાજ છેલ્લા છએક મહિનાથી બરોબર ચાલતું ન હોવાના લીધે તેને આ પગલું ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઉપરોક્ત બનાવની વધુમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરામાં રહેતા અજયભાઈ શાંતિભાઈ કાટીયા જાતે બ્રાહ્મણ નામના ૩૦ વર્ષના અપરણિત યુવાને તેના ઘરે જાતે ગળેટુંપો ખાઈ લીધો હતો જેથી કરીને ૧૦૮ વડે તેને તાત્કાલિક અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની જ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને હાલ તે ત્યાં વેન્ટિલેટર ઉપર હોવાનું તેના ભાઈ વિજયભાઇ પાસેથી જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી પ્રમાણે અજયભાઈ કાટીયા કલર કામનું કામકાજ કરતો હતો જો કે છેલ્લા છએક મહિનાથી કામકાજ બરોબર મળતું ન હોય અને ધંધો મંદો રહેતો હોય તેના ટેન્શનમાં તેણે ઉપરોકત પગલું ભરી લીધું હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે જોકે બનાવના કારણ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદિયા દ્વારા આગળની તજવીજ શરૂ કરાઇ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહેતા રવિન્દ્રભાઈ સરદારભાઈ રાજગોર નામના ૩૬ વર્ષના યુવાનને મોરબીના લાલપર ગામે જ બાપાસીતારામ મઢુલી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા.જ્યાંથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ શરૂ કરાઈ હતી. તેમજ અન્ય એક વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ દેવરાજભાઈ વાલજીભાઈ આજોલીયા (ઉમર ૩૧) રહે.ધર્મ સોસાયટી નાની વાવડી તા.જી. મોરબી ને પણ સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલા રાજકોટ ખાતે આવેલ મવડી ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ થયો હતો અને તેમાં ઈજા પામ્યા બાદ તેઓને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના ધુળકોટ (આમરણ) ગામે રહેતા મોહનભાઈ ટપુભાઈ ચાવડા નામના ૮૦ વર્ષના વૃદ્ધને દાઝી ગયેલી હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે મોહનભાઈ ચાવડા નાહવા માટે ગયા હતા ત્યારે ભૂલથી ગરમ પાણી શરીર ઉપર પડતા તેઓ દાજી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હતા.જે અંગે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મજૂર યુવાન સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ડેલ્ટા ટાઇલ્સ નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરીકામ કરતાં અનંતરામ કનાઈ નામનો ૩૨ વર્ષનો મજૂર યુવાન કારખાનામાં ૧૫ ફૂટ જેટલી ઊંચાઇએ આવેલ સીડીમાંથી નીચે પડી ગયો હતો.જેથી તેને સારવાર માટે ઇજાગ્રસ્ત હાલતમાં શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા નોંધ કરી તપાસ શરૂ કરાય હતી.






Latest News