મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામ યોજાયો


SHARE









વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામ યોજાયો

વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આગખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) દ્વારા અમલીકૃત લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામનું વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ અમેરિકન ઈન્ડીયા ફાઉન્ડેશનની સહાયથી ચાલે છે તેમજ તમના દ્વારા નાણાકીય તેમજ તકનીકી માર્ગદર્શન દ્વારા અમલીકૃત પ્રોજેકટ અંતર્ગત શાળા વ્યવસ્થાપન સમિતીનું જિલ્લા કક્ષાનું સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રેખાબેન તથા વાંકાનેર એજ્યુકેશન ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય અને શિક્ષણની ગુણવતામાં સુધારો થાય તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત 'મારી સપના ની શાળા' ગ્રુપ એક્ટિવિટી કરાવી આ સપનાને અમલમાં લાવવા માટેનો એકશન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર વોરા, કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળા, અગ્રણી કિશોરસિંહ ઝાલા, મહિલા પી.એસ.આઈ. કાનાણી, તેજલબા-પી.બી.એસ.સી, જિલ્લા ફિલ્ડ ઓફિસરશ્રી રાજદીપભાઈ તેમજ આગખાન સંસ્થા માથી કંચનબેન – મેનેજર એજ્યુકેશન, મનોજીતસિંહ ગોહિલ, વિમલભાઈ, હાર્દિકભાઇ તેમજ ગામમાંથી આવેલ આગેવાનો, સિટીઝન એજ્યુકેટર , એસ.એમ.સી. સભ્ય પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.




Latest News