વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી માળીયા (મી)ના જુમાવાડી વિસ્તારમાં દરિયાની ખાડીમાંથી બાળકનું કંકાલ મળ્યું મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા નજીક ચાલુ ટ્રકે છાતીમાં દુખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત


SHARE









ટંકારાના મિતાણા નજીક ચાલુ ટ્રકે છાતીમાં દુખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

વર્તમાન સમયમાં હાર્ટ એટેકના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે જો વાત કરીએ તો મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામના બ્રિજ પાસેથી ટ્રક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મીતાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યારથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના દોવડા તાલુકાના ધાણી ગટાઉ ફલોજ ખાતે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા રમણલાલ ભેરાભાઈ પરમાર જાતે અનુ જનજાતિ (૪૦) નામનો યુવાન પોતાના હવાલા વાળો ટ્રક નંબર જીજે ૪ એક્સ ૫૯૭૮ લઈને ટંકારા રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામ પાસેના બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તે યુવાનને સારવાર માટે પ્રથમ મીતાણા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવેલા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ આર.એન. કંજારિયા દ્વારા કરવામાં આવી રહી છે




Latest News