મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરતી બે હોસ્પિટલને પાલિકાએ કર્યો દંડ


SHARE









મોરબીમાં બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરતી બે હોસ્પિટલને પાલિકાએ કર્યો દંડ

મોરબીના સાવસર વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં ઘણી બધી ખાનગી હોસ્પિટલો કાર્યરત કરવામાં આવી છે દરમિયાન કેટલીક હોસ્પિટલોમાંથી ઘણી વખત બાયોમેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોય તેવું સામે આવતું હોય છે દરમિયાન મોરબી નગરપાલિકાના સેનિટેશન વિભાગના અધિકારીને મળેલ ફરિયાદ આધારે ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે બે હોસ્પિટલો પાસે જાહેરમાં કચરા સાથે બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે બંને હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો હતો

મોરબીના જુદા જુદા વિસ્તારોમાં અગાઉ પણ બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું છે દરમિયાન મોરબી નગરપાલિકાના સેનિટેશન વિભાગના અધિકારી કૃષ્ણસિંહ જાડેજા તથા તેની ટીમ દ્વારા મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં જાહેરમાં બે હોસ્પિટલો પાસે બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી તે બંને હોસ્પિટલોને દંડ કરવામાં આવેલ છે જેની માહિતી આપતા નગરપાલિકાના અધિકારી કૃષ્ણસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ હોસ્પિટલોમાંથી બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે તે પ્રકારની ફરિયાદ મળી હતી જેથી ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે શ્યામ હોસ્પિટલ અને મધુરમ હોસ્પિટલ સામે બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો હોય તે પ્રકારની બેદરકારી જોવા મળી હતી જેથી કરીને આ બંને હોસ્પિટલોને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે અને આવી જ રીતે તે વિસ્તાર સહિતના જુદાજુદા વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેવું હાલમાં પાલિકાના અધિકારીએ જણાવ્યુ છે




Latest News