મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

લોકોએ કલ્પના ન કરી હોય તેવા વિકાસકાર્યો કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મોરબીમાં થશે: બ્રિજેશ મેરજા


SHARE







લોકોએ કલ્પના ન કરી હોય તેવા વિકાસકાર્યો કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મોરબીમાં થશે: બ્રિજેશ મેરજા

ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં આજે મોરબી કલેકટર કચેરી ખાતે મિટિંગ યોજાઇ હતી જેમાં મોરબી પાલિકાના અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ખાસ કરીને આગામી ત્રણ મહિનામાં લોકોની સુખાકારીમાં વધારો કરી શકાય તે માટે રોડ રસ્તા, લાઈટ, પાણીના વિકાસ કામો કઈ રીતે ઝડપથી હાથ ધરી શકાય તેને લઇને ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાર બાદ પત્રકારોને માહિતી આપતાં બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે લોકોએ કલ્પના નહીં કરી હોય તેવા વિકાસકાર્યો કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મોરબી નગરપાલિકા વિસ્તારની અંદર આગામી દિવસોમાં થવા જઈ રહ્યા છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કલેકટર કચેરી ખાતે આજે ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં મોરબી નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી પાલિકાનાઇ કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ અવાડિયા તેમજ અધિક કલેક્ટર એન.કે. મુછાર સહિતના અધિકારી હાજર રહ્યા હતા અને ખાસ કરીને મોરબી પાલિકા વિસ્તારની અંદર સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત જે વિકાસ કામો કરવા આવી રહ્યા છે તેનું કામ કયા લેવલે છે અને કેટલાક સમયમાં પૂર્ણ થઇ શકે તેમ છે તેની સંપૂર્ણ માહિતી અધિકારી અને પદાધિકારી પાસેથી મેળવી હતી તેમજ મંજૂર કરવામાં આવેલા વિકાસ કામોના ટેન્ડરની કામગીરી કેમ ઝડપથી કરવામાં આવી રહી નથી તેની પણ માહિતી મેળવી હતી

આ તકે ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાએ રોડ રસ્તા, લાઇટ, પાણી, સાયકલ ટ્રેક, ફૂટપાથ, વરસાદી પાણીનો નિકલ સહિતના કામની માહિતી આપી હતી જે પ્રશ્નોની ચર્ચા કરીને મોરબી શહેર ભાજપના પ્રમુખ લખાભાઇ જારીયા દ્વારા રોડના કામની સાથે જ વરસાદી પાણીના નિકાલ માટેજરૂરી કામનું આયોજન કરવામાં આવે તેના માટે કહ્યું હતું તેવી જ રીતે વીજ કંપની સાથે સંકલન કરીને અંદર ગ્રાઉન્ડ વાયરિંગ માટે યોગ્ય કરવાની પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી

ત્યાર બાદ પત્રકારોને માહિતી આપતા મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યુ હતું કે, હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા, લાઈટ અને ભૂગર્ભ ગટરનું કામ મોરબી પાલિકા વિસ્તારની અંદર કરવામાં આવે છે અને આગામી ત્રણ મહિનામાં ઝડપથી લોકોની સુવિધા વધે તેવા કામો કરવામાં આવે તેના માટે તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે અને વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મોરબીને વધુ ગ્રાન્ટ મળે અને લોકોએ કલ્પના ન કરી હોય તેવી કામગીરી વર્તમાન સરકાર અને સ્થાનિક ભાજપની સંગઠનની બોડી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી

જો કે, મોરબીમાં આવેલ ૫૦ વર્ષ જુની શાકમાર્કેટમાં અને તેની આસપાસના વિસ્તારની અંદર છેલ્લા ઘણા દિવસોથી ગંદકી છે અને તે સહિતના જુદાજુદા વિસ્તારમાં ભાજપની પૂર્ણ બહુમતી વળી બોડી છે તો પણ કોઈ સુવિધામાં કેમ વધારો થતો નથી તે બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું ત્યારે મંત્રીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં મોરબી નગરપાલિકા હસ્તકની શાકમાર્કેટ અને તેની આસપાસનો વિસ્તાર સહિત સમગ્ર મોરબી વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની કામગીરી મોરબી નગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી બોડી દ્વારા કરવામાં આવશે 






Latest News