ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારા: યુવાને પેટ્રોલપંપમાંથી ભાગીદારી છૂટી કરતાં લેવાના નીકળતા ૭૦ લાખ માંગતા જાનથી મારી નાખવાની ધમકી


SHARE





ટંકારા: યુવાને પેટ્રોલપંપમાંથી ભાગીદારી છૂટી કરતાં લેવાના નીકળતા ૭૦ લાખ માંગતા જાનથી મારી નાખવાની ધમકી

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા યુવાનને પેટ્રોલ પંપમાં ભાગીદારી હતી અને ભાગીદારી છૂટી થયા બાદ તેને તેના ભાગીદાર પાસેથી ૯૦ લાખ રૂપિયા લેવાના થતા હતા જેની સામે ૨૦ લાખ રૂપિયા આપ્યા હતા અને ૭૦ લાખ રૂપિયા લેવાના બાકી હતા જે રૂપિયાની તેને માંગણી કરતા તેને રૂપિયા માંગીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાને તેના બે ભાગીદારની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા સહદેવસિંહ જયુભા ઝાલા જાતે દરબાર (૨૫)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કર્મરાજસિંહ ઉર્ફે સાગર અજીતસિંહ ઝાલા અને અજીતસિંહ નાનભા ઝાલા રહે. બંને મૂળ નેકનામ ટંકારા હાલ રહે. શ્રોફ રોડ કમિશનરના બંગલા પાસે રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેને આરોપી સાથે પેટ્રોલ પંપમાં ભાગીદારી હતી અને પેટ્રોલ પંપમાંથી ભાગીદારમાંથી છુટા થતાં આરોપીને તેને ૯૦ લાખ રૂપિયા આપવાની અરસપરસ ઉપર સમજૂતી થયેલ હતી જેની સામે આરોપીઓ દ્વારા તેને ૨૦ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને ૭૦ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા જે ૭૦ લાખ રૂપિયાની ફરિયાદી યુવાન દ્વારા આરોપી પાસે માંગણી કરવામાં આવતા તેને રૂપિયાની માંગણી કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૫૦૬ (૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી




Latest News