મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર પાસે આગ લગતા આખે આખી ઇકો ગાડી બળીને ખાખ


SHARE







ટંકારાના ધ્રુવનગર પાસે આગ લગતા આખે આખી ઇકો ગાડી બળીને ખાખ

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામ પાસેથી ગત મોડી સાંજના સમયે ઇકો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર તે ઇકો ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી અને જોતામાં આખે આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી અને આ બનાવની સ્થાનિક અધિકારીઓને તેમજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા મોરબી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે થઈને રવાના થઈ હતી જોકે, ફાયર વિભાગની ટીમે સ્થળ ઉપર જઈને કારમાં લાગેલી આગને કાબુમાં કરી ત્યાં સુધીમાં આખે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી અને વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ કારમાં આગ લાગતાની સાથે જ કારમાં બેઠેલ વ્યક્તિઓ નીચે ઉતરી ગયા હતા અને અધિકારીઓ તથા ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી ત્યારે તે કારના માલિકે કે ચલાવનાર વ્યક્તિ કોઈ ત્યાં હાજર ન હતા જોકે આ આગ લાગવાની ઘટનાના કારણે હાઇવે ઉપર બીજી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ટંકારા તાલુકા પોલીસની ટીમ પર તાત્કાલિક ત્યાં પહોચી હતી અને ટ્રાફિકને ડાયવર્ટ કરીને મોરબી રાજકોટ હાઇવે ઉપરનો ટ્રાફિક કાર્યરત રાખ્યો હતો






Latest News