સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે બાઈક અને રીક્ષા અથડાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE





મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે બાઈક અને રીક્ષા અથડાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માતનો  બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરેલ છે 

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતો જતીન કાંતિભાઈ મુછાડીયા (૨૧) નામનો યુવાન બાઇકમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રીક્ષા સાથે બાઈક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં જતીનને ઈજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ સ્થાનિક પોલીસ કર્મચારીને સોપવામાં આવેલ છે

બાળક સારવારમાં

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતા જુસબ ગુલામહુસેન જેડા (૬) નામના બાળકને તે તેના ઘરે હતો ત્યારે ભમરો કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી દવા પીધી

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા જીતેન્દ્રભાઈ મનસુખભાઇ ચૌહાણ (૩૫) નામના યુવાને કોઇ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવી આગળની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે




Latest News