મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત


SHARE







મોરબીના ટિંબડી પાટીયા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તે બાઈકને હડફેટે લીધું હતું જેથી એક યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજયું હતું જો કે, એક યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે ત્યાર બાદ ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા કશ્યપ અતુલભાઇ મહેતા (૪૧) અને અનંત જસવંતભાઈ ગોવાણી (૧૭) નામના બે યુવાનો બાઇક લઈને મોરબીના જેતપર રોડ ઉપર કામ સબબ આવ્યા હતા અને ત્યાંથી તેઓ પોતાનું કામ પૂરું કરીને પરત મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે ઓએસીસ સીરામીક સામે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા ટ્રક ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં આ બનાવમાં કશ્યપ અતુલભાઇ મહેતાને વધુ ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અનંત જસવંતભાઈ ગોવાણીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે અને અકસ્માતના બનાવમાં ભોગ બનેલ યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ ચાલી રહી છે તેમજ અનંત જસવંતરાય ગોવાણીને વધુ સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે આવેલ નંદ પેટ્રોલ પંપ નજીક રહેતા સચિન મેઘજીભાઈ દેગામા (૧૮) નામનો યુવાન મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પરત પોતાના ઘરે જાંબુડીયા ગામ પાસે જઈ રહ્યો હતો ત્યારે ગામ નજીક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News