હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ભારે કરી: ટંકારા ગામ પંચાયતની સામાન્ય સભામાં બજેટ સહિતના એજન્ડા નામંજૂર


SHARE











ભારે કરી: ટંકારા ગામ પંચાયતની સામાન્ય સભામાં બજેટ સહિતના એજન્ડા નામંજૂર

ટંકારા ગામ પંચાયતની સામાન્ય સભાની બેઠક રાખવામા આવી હતી જેમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તે બજેટને નામંજુર કરવામાં આવ્યું છે આ બેઠકમાં સરપંચ સહિત કુલ મળીને ૧૪ માંથી એક સભ્ય ગેરહાજર હતા અને આ બજેટ નામંજૂર થતાં તમામ કામો ખોરવાઈ જશે અને બજેટ મંજુર ન થાય તો પંચાયત બોડી બરખાસ્ત થઈ જશે તેવી ચર્ચા ચાલી રહી છે

ટંકારા તાલુકાની સૌથી મોટી પંચાયત પૈકીની ટંકારા ગામ પંચાયત ખાતે શુક્રવારે સામાન્ય સભાનું આયોજન કર્યું હતું જેમા ૧ થી ૯ મુદાઓ મુક્યા હતા જેમા સૌથી અગત્યની બાબત ૨૦૨૪-૨૫ નું બજેટ હતું જો કે, ૧૩ સભ્યો અને સરપંચ મળી ૧૪ માં એક સભ્ય ગેરહાજર રહેતા ૧૩ માથી ૭ સભ્યોએ બજેટ સહિત તમામ મુદાઓ પર ચર્ચા કરવાને બદલે સાત સભ્યો દ્વારા પંચાયતી કામકાજની નારાજગી દર્શાવી બજેટ નામંજુર કર્યું છે જેથી કરીને રાજકીય ભૂકંપ આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે, સરપંચ પેનલના પુરતા સભ્યો ચુટાયા ન હતા અને અપક્ષના ટેકે સરપંચ બોડી કામગીરી કરી રહી હતી ત્યારે સરપંચ પેનલના એક સભ્યે રાજીનામું આપી દીધું હતું અને આજે સરપંચ પેનલના એક સભ્ય ગેરહાજર રહેતા અન્ય સાત સભ્યોએ એકસંપ થઇ બજેટ નામંજુર કર્યુ છે. આટલું જ નહીં નવ મુદામા જેમાં આવક જાવક બીલ અને અરજી સહિતના મુદાઓ ઉપર પણ સહમતિ ન બનતાએ પણ નામંજુર થયેલ છે હવે તાલુકા પંચાયત ખાતે આ અંગે રીપોર્ટ કરી નવી મિટીંગ માટે અરજી અથવા તો વધુ બે તક આપવામાં આવી શકે છે જો એમા પણ બજેટ મંજુર ન થાય તો પંચાયત બોડી બરખાસ્ત કરી ફરી ચુંટણી યોજાઈ શકે છે. હાલ તો આ મુદ્દે રાજકીય ગરમાવો આવી ગયેલ છે






Latest News