મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદમાં જુદા જુદા ત્રણ સ્થળ ઉપર જુગારની રેડ: ત્રણ પકડાયા, બેની શોધખોળ


SHARE







હળવદમાં જુદા જુદા ત્રણ સ્થળ ઉપર જુગારની રેડ: ત્રણ પકડાયા, બેની શોધખોળ

હળવદ શહેરમાં સ્થાનિક પોલીસ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી અને જે પૈકીના એક આરોપીની ભવાનીનગર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી અને તે ઉપરાંત બે સ્થળ ઉપર વરલી જુગારની રેડ કરી હતી ત્યાંથી બે શખ્સની ધરપકડ કરેલ છે આમ ત્રણ રેડ દરમિયાન કુલ મળીને ત્રણ જુગારીઓને પકડવામાં આવ્યા છે અને બે જુગારી નાસી છૂટ્યા હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે પોલીસે સ્થળ ઉપરથી અરવિંદભાઈ બચુભાઈ કુરિયા જાતે કોળી (૩૧) રહે ભવાનીનગર હળવદ વાળા ની ધરપકડ કરેલ છે અને પોલીસને જોઈને સ્થળ ઉપરથી અરવિંદભાઈ કોળી રહે શિરોઇ અને રહીમભાઈ રહે ભવાનીનગર વાળા ભાગી ગયેલ હોય તે બંનેને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરેલ છે હાલમાં પોલીસે સ્થળ ઉપરથી ૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે હળવદના ચોત્રાફળી વિસ્તારમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના સાહિત્ય સાથે ૭૦૫૦ ની રોકડ કબજે કરીને પોલીસે ધીરુભાઈ ગોવિંદભાઈ રાઠોડ જાતે ખવાસ રજપુત (૬૫) રહે ચોત્રાફળી હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પ્રવીણભાઈ ઉર્ફે પલ્લો રહે પંચમુખી ઢોરા હળવદ વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે તો હળવદના વિનોબા ગ્રાઉન્ડની બાજુમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા નરેશભાઈ જગદીશભાઈ પરમાર જાતે અનુ. જાતી (૪૫) રહે બસ સ્ટેશન પાછળ હળવદ વાળો મળી આવતા તેની પાસેથી ૧૧૦૦ રૂપિયાની રોકડ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News