મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનો હાથ પકડીને ચેનચાળા કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં સગીરાનો હાથ પકડીને ચેનચાળા કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોસાયટીમાં રહેતી સગીરાને તે જ વિસ્તારમાં રહેતા શખ્સે હાથથી ઈશારો કરીને બોલાવી હતી અને ત્યારબાદ હાથ પકડીને તેની સાથે ચેનચાળા કર્યા હતા અને ઘરમાં લઈ જવાની કોશિશ કરી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા પરિવારની સગીર દીકરીને તે જ વિસ્તારમાં રહેતા શખ્સે હાથથી ઈશારો કરીને બોલાવી હતી અને ત્યારબાદ તેનો હાથ પકડીને તેની સાથે ચેનચાળા કર્યા હતા અને તેને ઘરમાં લઈ જવાની કોશિશ કરતો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી જશવંતભાઈ જગજીવનભાઈ રાવલ રહે. મોરબી વાળા ની સામે આઇપીસી કલમ ૩૫૪ (એ) અને પોકસો એકટ ની કલમ ૧૨ મુજબ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં-૭ માંથી પસાર થઈ રહેલા બે શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તે બંને શખ્સ પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૫૭૦ ની કિંમતથી દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી હિરેનભાઈ ચંપકલાલ સોલાણી જાતે વાણીયા (૪૭) રહે શક્તિ પ્લોટ નવકાર હાઈટ્સ ફ્લેટ નંબર ૪૦૨ મોરબી તથા મહેન્દ્રભાઈ દેવજીભાઈ ચૌહાણ જાતે અનુ. જાતિ (૨૬) રહે એરએક્સ કારખાનાની ઓરડીમાં લાતી પ્લોટ મુન નગર મેઇન રોડ મૂળ રહે. ચાંચાપર વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News