મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ! મોરબીમાં ક્રિકેટ સટો રમતા બે શખ્સ 35,800 ના મુદામાલ સાથે પકડાયા: એકની શોધખોળ મોરબીમાં મકાનના દસ્તાવેજ બાબતે બોલાચાલી બાદ પિતા-પુત્ર ઉપર તલવાર-છરી વડે હુમલો મોરબીના રંગપર પાસે ટેન્કર પાછળ ટ્રક અથડાતાં આધેડ ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા ખાતે ૧૬ મી ડિસેમ્બરના રોજ ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે


SHARE









ટંકારા ખાતે ૧૬ મી ડિસેમ્બરના રોજ ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૬-૧૨-૨૦૨૩  ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ – મોરબી હાઇવે, રામદેવ પીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ – ટંકારા, ખાતે  ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News