ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં નવ બેઠક બિનહરીફ: બે બેઠક માટે છ ફોર્મ ભરાયા


SHARE







મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં નવ બેઠક બિનહરીફ: બે બેઠક માટે છ ફોર્મ ભરાયા

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘના વર્તમાન હોદેદારોની મુદત પુરી થઈ રહી છે જેથી કરીને આગામી તા ૨૯ મી ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ભરવાનો ગઇકાલે છેલ્લા દિવસ હતો ત્યારે કુલ ૧૧ બેઠકો પૈકીની બે બેઠક માટે કુલ મળીને ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ છે અને તે બે બેઠક માટે ચૂંટણી યોજવાની છે જો કે, નવ બેઠકો બિનહરીફ થઈ ગયેલ છે

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંધના વર્તમાન હોદેદારોની મુદત પૂરી થઈ છે ત્યારે આ દૂધ સંઘની કુલ મળીને ૧૧ બેઠકો માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જો કે, ૧૧ પૈકીની નવ બેઠકો તો બિનહરીફ થઈ ગયેલ છે જો કે, વાંકાનેર ઝોન-૧ અને ૨ આ બે બેઠક ઉપર ભાજપ પ્રેરિત એક-એક અને અન્ય બે-બે આમ કુલ મળીને એક બેઠક ઉપર ત્રણ એટલે કે બે બેઠક માટે કુલ મળીને છ ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ છે આ ફોર્મ તા ૧૩ સુધીમાં પરત ખેંચવાનો સમય છે  અને ત્યાર બાદ આગામી તા ૨૯ મીએ બે બેઠક માટેની ચૂંટણી યોજાશે. એટીઆર ઉલેખનીય છે કે, મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના ૧૦ વર્ષ પહેલા કરવામાં આવી હતી અને આ દૂધ સંઘ મહિલાઓ સંચાલિત છે આ દૂધ સંઘમાં ૩૦૦ જેટલી દૂધ મંડળીઓ જોડાયેલ છે અને દરરોજ ૧.૮૦ લાખ લિટર દૂધ આવે છે






Latest News