ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ નજીક ચાર વર્ષની બાળકીના માથા ઉપર ટ્રેક્ટરનું ટાયર ફેરવી દેતા માસૂમનું મોત


SHARE







મોરબીના આમરણ નજીક ચાર વર્ષની બાળકીના માથા ઉપર ટ્રેક્ટરનું ટાયર ફેરવી દેતા માસૂમનું મોત

મોરબી તાલુકાના આમરણથી જોડિયા ગામ પાસે મેલડી માતાજીના મંદિરથી આગળના ભાગમાં ખુલ્લી જગ્યામાં ટ્રેક્ટરમાં માટી ભરવાની કામગીરી ચાલુ હતી અને ત્યારબાદ ટ્રેક્ટરને તેના ડ્રાઇવરે બેફિકરાઈથી ચલાવતા ત્યાં મજુરની બાળકીને હડફેટે લીધી હતી જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તે બાળકીનું મોત નીપજયું હતું આ બનાવમાં હાલમાં મૃતક બાળકીના પિતાએ ટ્રેક્ટર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના ધાર જિલ્લાના રહેવાસી અને હાલમાં આમરણ ગામ પાસે ટાટાનગરમાં હરિભાઈ પટેલના મકાનમાં રહેતા નેપાલભાઈ સુનિલભાઈ વસુમિયા જાતે ભીલ (૨૪) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર નંબર જીજે ૩૬ એલ ૩૦૮૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી તાલુકાના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર આવતા મેલડી માતાજીના મંદિર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ટ્રેક્ટરમાં માટી ભરવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાં મજૂરી કામ કરવા માટે તેઓના પત્ની સહિતના ત્યાં મજૂરી કામ કરી રહ્યા હતા ત્યારે ફરિયાદીના બાળકો પણ ત્યાં હાજર હતા જો કે, ફરિયાદી બહારગામ ગયા હતા ત્યારે ટ્રેક્ટરમાં માટી ભરાઈ ગયા બાદ તેના ડ્રાઇવરે પોતાનું વાહન બેદરકારીથી ચલાવ્યું હતું અને ફરિયાદીની દીકરી શિવાનીબેન વસુમીયા (૪) ના માથા ઉપરથી ટ્રેક્ટરનું ટાયર ફેરવી દેતા તેને ગંભીર ઇજા થઈ હોવાથી તે બાળકીનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે






Latest News