ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક લિંબાળા પાસે પમ્પિંગ સ્ટેશનમાંથી ૪.૮૦ લાખના ૮૦૦ કિલો કોપર વાયરની ચોરી


SHARE







વાંકાનેર નજીક લિંબાળા પાસે પમ્પિંગ સ્ટેશનમાંથી ૪.૮૦ લાખના ૮૦૦ કિલો કોપર વાયરની ચોરી

વાંકાનેર નજીક લિંબાળાની ધાર પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના હેડ વર્ક ખાતે ચાલુ ટ્રાન્સફોર્મરમાંથી ૫૦૦ કિલો કોપર વાયર તેમજ સ્પેર ટ્રાન્સફોર્મરમાંથી ૩૦૦ કિલો કોપર વાયર આમ કુલ મળીને ૮૦૦ કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૪.૮૦ લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના વટવા ગામે ધર્મભૂમિ સોસાયટી ખાતે રહેતા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મુકેશભાઈ ભગવાનજીભાઈ મારવાણીયા જાતે પટેલ (૫૪)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર નજીક આવેલ લિંબાળાની ધાર પાસે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનું હેડ વર્ક આવેલ છે અને ત્યાં પંપીંગ સ્ટેશન ખાતેથી ગામડાઓને પાણીની સપ્લાય કરવામાં આવતી હોય છે જોકે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રાત્રીના સમયગાળા દરમિયાન હેડ વર્ક ખાતે પંપીંગ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરીને ચાલુ ટ્રાન્સફોર્મર ૪૦૦ કેવીએ માંથી ૫૦૦ કિલો કોપર વાયર તેમજ સ્પેર ટ્રાન્સફોર્મર ૨૫૦ કેવીએ માંથી ૩૦૦ કિલો કોપર વાયર આમ કુલ મળીને ૮૦૦ કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે અને કોપર વાયરની એક કિલોની કિંમત ૬૦૦ લેખે કુલ મળીને ૪.૮૦ લાખના કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૪૫૭, ૪૫૪ અને ૩૮૦ મુજબ ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ કે.કે. ચાનીયા ચલાવી રહ્યા છે






Latest News