હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા : આર્ય સમાજ કેમ્પસ તેમજ એમપી દોશી સ્કૂલ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા માહિતી નિદર્શન કેમ્પ યોજાયો


SHARE











ટંકારા : આર્ય સમાજ કેમ્પસ તેમજ એમપી દોશી સ્કૂલ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા માહિતી નિદર્શન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લામાં ટંકારા ખાતે આવેલા આર્ય સમાજ કેમ્પસ ખાતે તેમજ એમ.પી.દોષી સ્કૂલ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ તથા નાગરિકોને એનડીઆરએફની કામગીરીથી વાકેફ કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આર્ય સમાજ ખાતે આચાર્ય રામદેવજી, આચાર્ય ડી.જી.સવસાણી તેમજ નાયબ મામલતદાર રમેશભાઈ સોલંકીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક શિક્ષક તથા ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને એનડીઆરએફની તાકાત અને મહત્વ અને ડીએમ એક્ટ વિશે, વિવિધ પ્રકારની આપત્તિ અને સાવચેતી અંગેની સામાન્ય માહિતી, એમએફઆર, સીપીઆર, રક્તસ્ત્રાવ નિયંત્રણ તકનીકો તેમજ તેની અસરો વિગેરે ઉપર પ્રદર્શન તેમજ રોજિંદા જીવનમાં આગ અને આગથી બચવા વિશેની માહિતી આપવામાં આવી હતી






Latest News