રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં લહેરૂ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન  


SHARE











મોરબીમાં લહેરૂ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન  

મોરબી જીલ્લા સિનિયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ર્ડો. બી.કે. લહેરૂ દ્વારા લહેરૂ પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથાનો પ્રારંભ તા ૨૮ થી કરવામાં આવશે અને કથા વિરામ તા ૪ ના રોજ થશે અને આ કથા મોરબીના શનાળા રોડથી રવાપર રોડ તરફ જવાના રસ્તે મહાવીર સોસાયટીના ગ્રાઉન્ડ રાખવામા આવી છે

આ કથામાં વ્યાસપીઠ ઉપરથી ભાગવર્તાચાર્ય વકતા શાસ્ત્રી ચેતનભાઈ સાતા (દ્વારકાવાળા) તેઓની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે આ કથા દરરોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ તથા બપોરે ૩.૩૦ થી ૬.૩૦ ચાલશે અને લહેરૂ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના પાવન પ્રસંગોમાં તા. ૨૮ ના રોજ સવારે ૦૮-૩૦ કલાકે  પોથી યાત્રા નરસંગ ટેકરી થી કથા સ્થળ સુધી વાજતે ગાજતે નીકળશે તે ઉપરાંત કથા દરમ્યાન નૃસિંહ અવતાર, કપીલ જન્મ, વામન ઉત્સવ, શ્રીરામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગિરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, પરીક્ષિત મોક્ષ તથા યજ્ઞ, ભાગવત દશાંશવૃત-હુંડી વાંચન જેવા પ્રસંગો ઉજવવામાં આવશે

આ કથાના દિવસો દરમિયાન રોજ રાત્રીના સમયમાં અલગ અલગ પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.૨૮ સનાતન ધુન મંડળ, તા.૨૯ પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્ર તરફથી સંગીત, તા.૩૦ લોક સાહિત્યકાર ડો. વિક્રમવાળા તથા ઇન્દ્રરાજ સિંધવ ટીવી તથા રેડીયો કલાકાર, તા.૧ મેજીક શો સૌરાષ્ટ્ર ફેમસ જાદુગર જીવા, તા. ૨ સુંદરકાંડ પાઠ (હળવદ ગૃપ), તા.૩ ચિત્રા હનુમાનજી ધુન મંડળ (મોરબી)તથા તા.૦૩-૧૨-૨૦૨૩, સવારે ૯-૦૦ થી ૧૨-૩૦ કલાકે બ્લડગ્રુપ તથા બ્લડ સુગર કેમ્પ ડો. લહેરૂ લેબોરેટરી તરફથી વિના મુલ્યે આયોજન કરવામાં આવ્યું છે તેમજ કથા દરમ્યાન સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ સામાન્ય રોગની દવા વિના મુલ્ય આપવામાં આવશે. આ કથા શ્રવણ કરવા આવેલ તમામ લોકો માટે સવારે તથા સાંજે એમ બંને ટાઈમ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૩ ના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તો મોરબી સમસ્ત બ્રહ્મસમાજ તથા મોરબીની ધર્મપ્રેમી જનતાને કથાનો લાભ લેવા મનોરથી ર્ડો બી.કે. લહેરૂ અને તેના પરિવારે આમંત્રણ આપ્યું છે






Latest News