હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે ઘરમાં ગેસનો ચૂલો કરતાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવતીનું સારવારમાં મોત


SHARE











ટંકારાના ઓટાળા ગામે ઘરમાં ગેસનો ચૂલો કરતાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવતીનું સારવારમાં મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામે યુવતી ઘરમાં ગેસના ચૂલાનું બટન ચાલુ કરીને બાકાસ લેવા માટે બહાર ગઈ હતી અને બાકસ લઈને આવ્યા બાદ તેને બાકસ કરી હતી ત્યારે ગેસ રૂમમાં ફેલાઈ ગયેલ હતો જેથી કરીને એકદમ આગ લાગી હતી જેથી યુવતી શરીરે દાજી ગઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું છે જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા કિશોરભાઈ ગોરાભાઇ પરમાર જાતે અનુ. જાતીની ૧૯ વર્ષની દીકરી મિતલબેન કિશોરભાઈ પરમાર જાતે અનુ. જાતી પોતાના ઘરે હતી ત્યારે સવારે આઠેક વાગ્યાના અરસામાં ગેસના ચુલા ઉપર ચા બનાવવા માટે તેને ગેસનો ચૂલો ચાલુ કરવાનું બટન ચાલુ કરીને બાકસ લેવા માટે થઈને બહાર ગઈ હતી અને બાકસ લઈને આવીને તેને બાકસ કરી હતી જોકે ત્યાં સુધીમાં ગેસ ફેલાઈ ગયો હોવાથી એકદમ આગ લાગી હતી જેથી મિતલબેન દાજી જતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું બપોરના પોણા ચાર વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે

યુવાનનું મોત

ટંકારા તાલુકાના લગધીરગઢ ગામે રહેતા પ્રદીપભાઈ મગનભાઈ ઢેઢી (૩૨)ને હાડકાનું કેન્સર હોય જેથી પોતાના ઘરે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની ટંકારા હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી






Latest News