મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ડાયમંડનગર પાસે જીનમાંથી ૧.૯૮ લાખની ૨૨ ઇલેક્ટ્રીક મોટરની  ચોરી


SHARE







મોરબીના ડાયમંડનગર પાસે જીનમાંથી ૧.૯૮ લાખની ૨૨ ઇલેક્ટ્રીક મોટરની  ચોરી

મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આમરણ તરફ જવાના રસ્તા ઉપર આવેલ જીનમાંથી એક બે નહીં પરંતુ ૨૨ જેટલી ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૧.૯૮ લાખની કિંમતની ઇલેક્ટ્રિક મોટરની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આમરણ ડાયમંડ નગર ખાતે રહેતા રાજેશભાઈ દયાલજીભાઈ બોડા જાતે પટેલ (૪૦)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હાલમાં જીનમાંથી ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આમરણ તરફ જવાના રસ્તા ઉપર ડાયમંડ નગર નજીક પુરુષાર્થ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામનું તેઓનું જીન આવેલું છે જેમાં ગત તા. ૩૦/૧૦ થી લઈને ૨૨/૧૧ સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા જીનના સેડની બારી તોડી અંદર પ્રવેશ કરી જીનમાં ચરખામાં લગાવેલ ઇલેક્ટ્રિક મોટર નંગ ૨૨ જેની કિંમત ૧.૯૮ લાખના મુદ્દામાલની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ  શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા ચલાવી રહ્યા છે






Latest News