મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લજાઇ નજીક કાર-બાઈક અકસ્માતમાં બે યુવાનોને ઇજા


SHARE







મોરબીના લજાઇ નજીક કાર-બાઈક અકસ્માતમાં બે યુવાનોને ઇજા

મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા લજાઈ ગામે લજાઇ ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બે યુવાનોને ઈજા થતા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે લજાઇ ચોકડી પાસે કાર ચાલકે બાઈક હડફેટે લેતા બાઈકમાં ડબલ સવારીમાં જઈ રહેલા કાર્તિક જગદીશ ડેડાણીયા (ઉમર ૧૯) અને ભાવિન પ્રવીણભાઈ ગોસ્વામી (ઉંમર ૨૬) રહે.બંને મહેન્દ્રનગર તા.જી.મોરબી વાળાઓને ઇજાઓ થતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આ બનાવ ટંકારા પોલીસ મથકની હદમાં બનેલ હોય ટંકારા પોલીસ મથકે જાણ કરાઈ હતી.

ફીનાઇલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે યોગીનગર વિસ્તારમાં રહેતા રણજીતસિંહ બળવંતસિંહ વાઘેલા નામના ૪૫ વર્ષીય યુવાન મોરબીના વાવડી રોડ ઉપર આવેલ માતૃકૃપા ઓફિસ ખાતે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હતા જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.જયાંથી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસમાં જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા આ બાબતે કારણ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી હતી.

દેવળીયા પાસે વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના બગથળા ગામ પાસે આવેલા કાંતિપુર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો દિનેશ રામસિંગ નાયક નામનો ૩૦ વર્ષનો યુવાન હળવદના દેવળીયા ગામ તરફ ગયો હતો ત્યાં દેવડીયા ચોકડી નજીક વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થતા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

દવા પી જતા સારવારમાં

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શેરી નંબર-૭ માં રહેતો સચિન સંતોષભાઈ ચૌહાણ નામનો ૨૦ વર્ષનો યુવાન કોઈ ડિપ્રેશનના લીધે દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો તેમ સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે હાલ આ બનાવ અંગે પોલીસ સ્ટેશનના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News