મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી બોલેરોમાં ચોરખાના બનાવીને દારૂની હેરફેરીનો પર્દાફાશ: ૬.૨૬ લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબી નજીકથી બોલેરોમાં ચોરખાના બનાવીને દારૂની હેરફેરીનો પર્દાફાશ: ૬.૨૬ લાખનો મુદામાલ કબ્જે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના જાંબુડિયા પાસે આવેલ નવી આરટીઓ ઓફિસ સામેથી પસાર થઈ રહેલ બોલેરો ગાડીને રોકીને ચેક કરી હતી ત્યારે તે ગાડીમાં બનાવવામાં આવેલ ચોરખાનામાંથી દારૂની ૧૭૨ બોટલ મળી આવી હતી જેથી કરીને દારૂ અને ગાડી મળીને પોલીસે ૬.૨૬ લાખનો મુદામાલ કબ્જે કરીને એક આરોપીની ધરપકડ કરેલ છે અને વધુ એકનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમે મોરબીના જાંબુડિયા પાસે આવેલ નવી આરટીઓ ઓફિસ સામે રોડ ઉપરથી જઇ રહેલ બોલેરો ગાડીને રોકી હતી અને ચેક કરી હતી ત્યારે તે ગાડીમાં બનાવવામાં આવેલ ચોરખાનામાંથી દારૂની ૧૭૨ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧,૨૬,૧૬૦ નો દારૂ તેમજ પાંચ લાખની ગાડી આમ કુલ મળીને ૬,૨૬,૧૬૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી બોલેરો ચાલક દશરથભાઈ હરકનભાઈ રબારી (૨૬) રહે. રામપુરા છોટા, તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા વાળાની ધરપકડ કરેલ છે અને રાજુભાઇ રહે. રાનીવાડા રાજસ્થાન વાળાનું નામ સામે આવેલ છે જેથી તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને દારૂ અને આરોપી ત્યાં સોપવામાં આવેલ છે

આરોપી પકડાયો
મોરબી તાલુકા પોલીસ મથકના એનડીપીએસના ગુન્હામાં છેલ્લા ૯ મહિનાથી આરોપી નાસતો ફરતો હતી જે આરોપી મોરબી રવિરાજ ચોકડી પાસે આવ્યો હોવાની એસઓજીની ટીમને હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાંથી આરોપી કરશનભાઇ ભીખાભાઇ વાઘેલા (૩૪) રહે. ચિભડા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ છે






Latest News