મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા પગપાળા જતાં વૃદ્ધનું મોત: ગુનો નોંધાયો


SHARE







ટંકારાના મીતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા પગપાળા જતાં વૃદ્ધનું મોત: ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના મીતાણા ગામના ઝાપા પાસેથી પગપાળા ચાલીને જઈ રહેલા વૃદ્ધને કાર ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને તેને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતા વિક્રમભાઈ બાબુભાઈ ગોગરા જાતે બોરીચા (૩૮)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે ૧૮ એક્સ ૨૦૬૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે મીતાણા ગામના ઝાપા પાસે રાધે હોટલની આગળના ભાગમાંથી તેઓના પિતા ભગુભાઈ ગોગરા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી ફરિયાદીના પિતાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જે. ધાંધલ ચલાવી રહ્યા છે






Latest News