મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીના મકનસર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી માળીયા (મી)ના જુમાવાડી વિસ્તારમાં દરિયાની ખાડીમાંથી બાળકનું કંકાલ મળ્યું મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ભીમાસર ઓવરબ્રિજ પાસે રોડ સાઈડમાં ઊભેલી કારમાં ટ્રક અથડાતાં બે મહિલાને ઇજા: કારમાં નુકશાન


SHARE









માળીયા (મી)ના ભીમાસર ઓવરબ્રિજ પાસે રોડ સાઈડમાં ઊભેલી કારમાં ટ્રક અથડાતાં બે મહિલાને ઇજા: કારમાં નુકશાન

માળીયા મીયાણા નજીક નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ભીમાસર ઓવરબ્રિજ પાસે રોડ સાઈડમાં કાર ઉભી રાખીને ઉભેલા યુવાની કારમાં પાછળના ભાગેથી ટ્રક ચાલકે પોતાનો ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને કારમાં બેઠેલ બે મહિલાઓને ઇજાઓ થઈ હતી અને તેને સારવારમાં લઈ ગયા હતા અને કારમાં નુકસાની થયેલ હોવાથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જલાલ ચોક મસ્જિદની બાજુમાં રહેતા ઇમરાનભાઈ મહમદભાઈ પલેજા જાતે સંધિ મુસલમાન (૪૦)એ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૪ એક્સ ૬૩૪૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળીયા મીયાણા નજીકની પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ભીમાસર ઓવરબ્રિજ પાસે મોરબી તરફના છેડા પાસે તે પોતાની કાર નંબર જીજે ૩૬ એસી ૪૭૦૫ લઈને રોડ સાઈડમાં ઉભા હતા તે વખતે આરોપી ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફિકરાયથી ચલાવીને ફરિયાદીની ગાડીમાં પાછળથી અથડાવ્યો હતો જેથી કરીને ગાડીમાં બેઠેલા ફરીદાબેનને માથામાં હેમરેજ અને મોઢા તેમજ જડબાના ભાગે ફેક્ચર જેવી ઈજા થયેલ છે તેમજ રોશનબેનને વાસા અને કમરના ભાગે ઇજાઓ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને ફરિયાદીની કારમાં નુકસાની પણ થયેલ હોવાથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News