મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના સાપકડા ગામે કૂવામાં પડી જતા પાણીમાં ડુબી યુવાનનું મોત: કોહવાઇ ગયેલ લાશ મળતા તપાસનો ધમધમાટ


SHARE







હળવદ તાલુકાના સાપકડા ગામે કુવામાં પડી જવાથી યુવાનો મોત નિપજ્યુ હતુ જેથી કરીને તે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવાની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના જુના સાપકડા ગામે રહેતા ઘનાભાઈ માલાભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૪૪) નામનો યુવાન કોઈ કારણોસર તળાવમાં આવેલા કુવા પાસે ગયો હતો અને ત્યાં પગલપસી જવાથી કે પોતાના શરીરનું સંતુલન ગુમાવવાને કારણે પાણી ભરેલા કૂવામાં તે પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે ધનાભાઈ પરમારનું મોત નીપજ્યું હતું અને તેની કોહવાઈ ગયેલ બોડી કૂવામાંથી મળી આવી હોય આ બનાવ અંગેની મૃતકના ભાઈ તેજાભાઈ માલાભાઇ પરમાર (૪૬) રહે નવા સાપકડા વાળા એ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો અને આ બનાવ અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News