મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત સાતની ધરપકડ: ૮૧,૫૦૦ ની રોકડ કબજે


SHARE











મોરબીના ચકમપર ગામે ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત સાતની ધરપકડ: ૮૧,૫૦૦ ની રોકડ કબજે

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેણાંક મકાનના જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી સહિત કુલ મળીને સાત  વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૮૧,૫૦૦ ની રોકડ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા દિનેશભાઈ બાવળિયાને મળેલ બાતમી આધારે મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા અમૃતલાલ રતનસીભાઈ કાલરીયાના ઘરની અંદર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી અમૃતલાલ રતનસીભાઈ કાલરીયા (૫૮), મગનભાઈ ભુદરભાઈ લોરીયા (૬૦) રહે. કુંભારિયા, દીક્ષિતભાઈ મહેશભાઈ પટેલ (૩૦) રહે. પુનિત નગર નવા બસ સ્ટેશન પાછળ મોરબી, નરભેરામભાઈ ધનજીભાઈ પટેલ (૬૦) રહે. ચકમપર, ભરતભાઈ ઠાકરશીભાઈ પાંચોટિયા (૪૮) રહે. રવાપર રોડ ગોલ્ડન માર્કેટ પાછળ વંદેવી એપાર્ટમેન્ટ મોરબી, હિતેન્દ્રભાઈ દલસુખભાઈ ભીમાણી (૩૮) રહે. રવાપર રેસીડેન્સી સામે ધર્મભક્તિ સોસાયટી મોરબી અને વનરાજસિંહ ગજુભા ઝાલા (૪૦) રહે. વિદ્યુતનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૮૧,૫૦૦ કબજે કર્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

મોરબી નજીકના થોરાળા ગામે દિનેશભાઈ કરમશીભાઈ ફુલતરીયાની વાડીએ રહેતી સુમિત્રાબેન રાહુલભાઈ નાયક (૧૯) નામની યુવતી દવા પી ગઈ હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના પંચાસર ગામે રહેતા શક્તિસિંહ રણજીતસિંહ ઝાલા અને પ્રકાશભાઈ અરજણભાઈ પરમાર બગથળા ગામથી પંચાસર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બંને વ્યક્તિઓને ઈજા થયો હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ અર્જુનસિંહ ચલાવી રહ્યા છે






Latest News