મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટરને ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું


SHARE







મોરબી જિલ્લા કલેક્ટરને ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું

ટંકારા તાલુકાના ટોળ ગામના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના કનુબેન  બાબરીયા (૩૫) ને પેટમાં દુખાવો ઉપડતા વાંકાનેર શહેરમાં આવેલ ખાનગી શ્રદ્ધા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓના પરિવારજનોની જાણ બહાર શ્રધ્ધા હોસ્પિટલના  ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીનાં કારણે કનુબેનનું મૃત્યુ નીપજયું હતું અને ભુલ છુપાવા માટે પોતાના સ્ટાફ તથા એમ્બ્યુલન્સ દ્વારા ઓક્સિજન પર મહિલાને રાખીને પરિવારજનોને જણાવ્યું હતું કે આપના દર્દીની હાલત ગંભીર છે તેને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડશે જો કે, રાજકોટના ડોક્ટરે જણાવ્યુ હતુ કે, મહિલાનું મૃત્યુ કલાકો પહેલાં થઇ ગયું છે આ બનાવને લઈને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વાંકાનેર શ્રદ્ધા હોસ્પિટલના તબીબની બેદરકારીથી ટોળ ગામના વતની ચુવાળીયા કોળી ઠાકોર સમાજના કનુબેન બાબરીયાનું મૃત્યુ થયેલ છે જેથી તેના પરિવારને ન્યાય મળે તે માટે મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ ટીમ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ પ્રમુખ હેમંતભાઈ  સુરેલા, સમાજ આગેવાન જગદીશભાઈ બાંભણિયા, સુરેશભાઈ  શિહોરીયા, મયુરભાઈ બાબરીયા, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર પ્રમુખ યોગેશભાઈ ઉઘરેજા, મોરબી તાલુકા ઉપપ્રમુખ વિજયભાઈ દેગામા, મેરૂભાઈ ચાવડા, વિપુલભાઈ ઉપસરિયા, પરસોતમભાઈ ઠાકોર અને સમાજના આગેવાનો સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News