મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનનો પદભાર સાંભળતા પ્રવિણભાઈ સોનગ્રા


SHARE







મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનનો પદભાર સાંભળતા પ્રવિણભાઈ સોનગ્રા

મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકેની અઢી વર્ષ સુધી સફળ કામગીરી કર્યા બાદ પક્ષ દ્વારા મોરબી જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકેની જવાબદારી સોપવામાં આવી છે ત્યારે પ્રવિણભાઈ સોનગ્રાએ પદભાર સંભાળીને તેની કામગીરીના શ્રી ગણેશ કરેલ છે

મોરબી જિલ્લા પંચાયતના હોદેદારોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં બાકીના અઢી વર્ષના કાર્યકાળ માટે નવા હોદેદારોની વરણી થતા પ્રવિણભાઈ સોનગ્રાએ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સુચારુ સુવ્યવસ્થિત કામગીરી કરેલ હતી. અઢી વર્ષના કાર્યકાળમાં સરકારી પ્રાથમિક શાળાઓના આશરે 200 જેટલા જર્જરિત વર્ગખંડો બાંધકામ સમિતિને સાથે રાખી જિલ્લા વહીવટી તંત્રની મદદથી ડીમોલેશન કરાવી નવા વર્ગખંડો નિર્માણ કરવાનું અગત્યનું કામ પાર પાડ્યું, એવી જ રીતે શાળાઓના રોજબરોજના વ્યવહારમાં ઉપયોગી સ્ટેશનરી સાહિત્ય શાળાઓને પૂરું પડવાનું કામ તેમજ તાલુકા જિલ્લાફેર બદલી કેમ્પો,નવનિયુંકત વિદ્યા સહાયક ભરતી કેમ્પ વગેરે કામો વ્યવસ્થિત અને પારદર્શક રીતે પૂર્ણ કર્યા બાદ બીજી ટર્મ માટે મોવડી મંડળ દ્વારા પ્રવિણભાઈ સોનગ્રાને પ્રમોશન આપી કારોબારી ચેરમેન તરીકે વરણી કરતા મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકેનો કારોબારી સમિતિના સભ્યોની ઉપસ્થિતમાં વિધિવત પદભાર ગ્રહણ કરેલ છે.






Latest News