ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણિયા ગામે જુગાર રમતા પાંચ શખ્સની ૧૩,૬૦૦ ની રોકડ સાથે ધરપકડ


SHARE











માળીયા (મી)ના વવાણિયા ગામે જુગાર રમતા પાંચ શખ્સની ૧૩,૬૦૦ ની રોકડ સાથે ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના વવાણિયા ગામે સરકારી દવાખાના પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હોય પોલીસે જુગારીઓ પાસેથી ૧૩,૬૦૦ ની કિંમતની રોકડ કબજે કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના વવાણિયા ગામે આવેલ સરકારી દવાખાના પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળી જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કાસમભાઇ ઉમરભાઈ ઢુસા જાતે વાઘેર (૪૧), અબ્બાસભાઈ સીદીભાઇ ગુચડ જાતે વાઘેર (૫૨), કાનજીભાઈ હરખાભાઈ સુરેલા જાતે કોળી (૪૧)સુરેશભાઈ માધુભાઈ સુરેલા જાતે કોળી (૪૦) અને હનીફભાઈ મહમદભાઈ પઠાણ જાતે વાઘેર (૩૨) રહે. બધા વવાણિયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૩,૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ત્રણ બોટલ દારૂ

મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામની સીમમાં ધર્મસિદ્ધિ સોસાયટીના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે ૧૦૨૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને પંકજભાઈ મનજીભાઈ રાઠોડ જાતે કોળી (૨૫) રહે. ધર્મ સિદ્ધિ સોસાયટી નવા જાંબુડીયા તાલુકો મોરબી મૂળ રહે ભાવનગર જિલ્લા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News