મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રેક્ટર નીચે યુવાનને કચડીને મોત નિપજાવનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબી નજીક ટ્રેક્ટર નીચે યુવાનને કચડીને મોત નિપજાવનાર આરોપીની ધરપકડ

મોરબીના જોધપરથી રફાળેશ્વર ગામ તરફ જવાના રસ્તા ઉપર મામા આઈસ્ક્રીમ વાડી ચોકડી પાસેથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ત્યારે સામેથી આવેલ બીજું ટ્રેક્ટર તેની સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલકના ટ્રેક્ટરમાં બેઠેલ યુવાન ટ્રેક્ટર પરથી નીચે પડી ગયો હતો અને તેના ઉપર ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળ્યું હતું જેથી કરીને યુવાનને છાતી અને પેટના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું જેની મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર ઈલેક્ટ્રીક સ્મશાનની સામે ડેલામાં ઝૂંપડામાં રહેતા કોહનીયાભાઇ સીકુભાઇ ડામોર જાતે આદીવાસી (૩૩)એ ટ્રેક્ટર નંબર એમપી ૪૫ ઝેડએ ૯૮૩૭ ના ચાલક ઉમેશ તેરૂભાઇ વસુનીયા રહે. મૂળ એમપી વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપી ઉમેશભાઈ વસુનિયા તેના હવાલા વાળું ટ્રેક્ટર લઈને જોધપરથી રફાળેશ્વર રોડ ઉપર મામા આઈસ્ક્રીમ વાળી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેની સાઇડે આવતા વસંતભાઈ લાલજીભાઈ પરમાર રહે. સનાળા વાળાના ટ્રેક્ટર નંબર જીજે ૩ એસ ૩૮૩૫ સાથે ભટકાડતા અકસ્માતનો બનવા બનેલ હતો જેમાં વસંતભાઈ પરમારનું ટ્રેક્ટર રોડ સાઈડમાં નીચે ઉતરી જતા ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાયું હતું અને તે સમયે આરોપી ઉમેશભાઈ વસુનિયાના ટ્રેક્ટરમાં બેઠેલ ફરિયાદીના ભાઈ મોહનભાઈ સીકુભાઇ ડામોર જાતે આદીવાસી (૩૬) ટ્રેક્ટર પરથી નીચે જમીન ઉપર પડી જતા આરોપી ઉમેશભાઈના ટ્રેક્ટરનું મોટું વ્હીલ તેના શરીર અને છાતીના ભાગે ફરી વળતા તેને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને મોહનભાઈનું મોત નીપજ્યું હતું આ બનાવમાં ફરિયાદ આધારે પોલીસે હાલમાં આરોપી ટ્રેક્ટર ચાલક ઉમેશ તેરૂભાઇ વસુનીયા(૩૮) રહે. મૂળ એમપી હાલા રહે લીલપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News