મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાંથી ૩૨ બીયર-નાની વાવડી રોડેથી બે બોટલ દારૂ કબજે કરતી પોલીસે


SHARE







મોરબીના કાલિકા પ્લોટમાંથી ૩૨ બીયર-નાની વાવડી રોડેથી બે બોટલ દારૂ કબજે કરતી પોલીસે

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ જીલાની એપાર્ટમેન્ટ પાસેથી પોલીસે બિયરના ૩૨ ટીન સાથે મહિલાને પકડી હતી અને તેની પાસેથી ૩૨૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો આ બિયરના ટીન તેને ધ્રોલમાં રહેતા શખ્સ પાસેથી મળ્યા હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં શેરી નં-૨ માં આવેલ જીલાની એપાર્ટમેન્ટ બ્લોક નં-૩૦૧ ની બહારથી પોલીસે ૩૨ બિયરના ટીમ સાથે મહિલાને પકડી હતી જેથી કરીને ૩૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કર્યો હતો અને આરોપી અફસાનાબેન ઈમરાનભાઈ શાહમદાર જાતે ફકીર (૪૦) રહે. કાલિકા પ્લોટ શેરી નં-૨ જીલાની એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-૩૦૧ વાળાની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેને આ બિયરના ટીન યુસુફભાઈ મહંમદભાઈ રતનિયા રહે. સાત ડેરી પાસે ધ્રોલ વાળો આપી ગયો હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે


બે બોટલ દારૂ

મોરબીના નાનીવાવડી ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ ગૌશાળા સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે મોંઘીદાટ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૨૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી રવિભાઈ જીતેન્દ્રભાઈ પાલા જાતે સોની (૨૮) રહે. નાની વાવડી ગામ બજરંગ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે






Latest News