મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વાપરત ગુજરાત ગેસના ભાવમાં ૨.૪૦ રૂપિયાનો વધારો


SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગમાં વાપરત ગુજરાત ગેસના ભાવમાં ૨.૪૦ રૂપિયાનો વધારો

મોરબીમાં સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે આ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ કયુબિક મીટર ગેસના ભાવમાં રૂપિયા ૨.૪૦ નો વધારો કરવામાં આવ્યો છે જે આગામી તા ૧/૧૧/૨૩ થી અમલમાં આવશે જેથી કરીને ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થશે

મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો વપરાશ અગાઉ દૈનિક લાખો ક્યુબીક મીટર ગેસ વાપરવામાં આવે છે જો કે, મોરબીના ઉદ્યોગકારો દ્વારા છેલ્લા ઘણા માહિનાઓથી ગુજરાત ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને જે ગેસ સસ્તો હોય તેનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે તેવામાં હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં ૨.૪૦ રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે જે આગામી તા ૧/૧૧/૨૩ થી લાગુ પડશે અને આજની તારીખે જે ગેસ ૪૭.૧૦ રૂપિયાના ભાવથી આપવામાં આવે છે તે આગામી પહેલી તારીખેથી ૪૯.૫૦ ના ભાવથી ગેસ મળશે તેવું જાણવા મળ્યું છે






Latest News