મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનું લુણસરીયા ગામ મોરબી જીલ્લામાં સ્વચ્છતા માટે આદર્શ ગામ


SHARE







વાંકાનેર તાલુકાનું લુણસરીયા ગામ મોરબી જીલ્લામાં સ્વચ્છતા માટે આદર્શ ગામ

 સ્વચ્છતા હી સેવાઅભિયાન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અન્વયે ગુજરાત રાજ્યમાં બે મહિના સુધી સ્વચ્છતા એજ સેવાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ તમામ અભિયાન આયોજનોનો હેતુ માત્ર એ જ છે કે, દેશમાં રાજ્યમાં તમામ ગામડાઓ શહેરો સ્વચ્છ બને અને લોકો જાગૃત બની આ સ્વચ્છતા જાળવી રાખે. મહત્વની વાત એ છે કે, આ પ્રકારના સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોમાં સરકાર, વહીવટીતંત્ર અને લોકો એકજૂથ બની પ્રયાસો કરે ત્યારે વધુ સફળ બને છે. આ સ્વચ્છતા માટે જ્યારે લોકો આગળ આવશે અને સ્વચ્છતાનું મહત્વ સમજી સ્વચ્છતા જાળવવા કટિબદ્ધ બનશે ત્યારે જ ખરાબ અર્થમાં ગામ શહેર રાજ્ય દેશ સ્વચ્છ બનશે.

ગામડું સ્વચ્છ બનશે તો દેશ સ્વચ્છ બનશેઆ વિચારને ખરેખર અમલી બનાવ્યો છે મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે કે, જ્યાં ગ્રામ પંચાયત દ્વારા નિયમિત રીતે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની, આ કચરાને યોગ્ય જગ્યાએ ઠાલવી તેનું નિકાલ કરવાની તેમજ ગામમાં તમામ જગ્યાઓએ સ્વચ્છતા જાળવી રાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની આ કામગીરીમાં ગામ લોકો પણ પૂરતો સહયોગ આપે છે. ગામમાં ક્યાંય ખોટી રીતે કચરો ન થાય, ડોર ટુ ડોર વાહનમાં લીલા તેમજ સૂકા કચરાનું અલગ રીતે વ્યવસ્થાપન થાય અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવે છે. લુણસરિયા ગામને સ્વચ્છતા માટે ૨૦૦૮માં રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. ગ્રામ પંચાયતની કામગીરી અને લોકોની જનભાગીદારી થકી સ્વચ્છતા માટે આ એવોર્ડ ગામને મળ્યો છે. વિવિધ અભિયાન અન્વયે ગામડાને ફક્ત એકવાર સ્વચ્છ બનાવવાની નહીં પણ અહીં ગામડું સ્વચ્છ બનાવી આ સ્વચ્છતા જાળવી રાખવાની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના અન્ય ગામો તેમજ રાજ્યના પણ ગામડાઓ આ નાના એવા ગામથી પ્રેરણા લઈ સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક બનાવી શકે છે.






Latest News