મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં કામ દરમિયાન પડી જતા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં કામ દરમિયાન પડી જતા યુવાનનું મોત

 વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર વિટ્રીફાઈડ નામના કારખાનામાં યુવાન કામ કરી રહ્યો હતો દરમિયાન તે નીચે પડી જતા તેનું મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

 બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવે કમાન્ડર વિટ્રીફાઈડ નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રાયસંગ લખનશા હાસડા (૩૭) નામનો યુવાન કારખાનામાં કામ કરતો હતો ત્યારે પડી જતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયાએ કરી હતી અને બાદમાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 મારામારીમાં ઇજા

મોરબીની ત્રાજપર ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના વિસ્તારમાં રહેતા સાહિલ ઈકબાલ પઠાણ (૨૪) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી પાસે લેન્ડફોર સિરામિકમાં રહેતા શારદાબેન અનિલભાઈ મેડા (૧૮) નામની યુવતીને મારામારીના બનાવવામાં આવી જાતી હતી જેથી કરીને સારવાર માટે જેતપરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News