મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં દશેરા નિમિતે બહુચર બાળ મંડળ દ્વારા રામ અને રાવણનું યુદ્ધ નાટક: રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં દશેરા નિમિતે બહુચર બાળ મંડળ દ્વારા રામ અને રાવણનું યુદ્ધ નાટક: રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો

ગઈકાલે વિજયા દસમી નિમિતે દેશભરમાં ઠેરઠેર રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દરમ્યાન મોરબીમાં ઉમિયા સર્કલ પાસે બહુચર બાળ મંડળ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રામ અને રાવણનું યુદ્ધ નાટક રાખવામાં આવ્યું હતું ત્યાર પછી હજારો લોકોની હાજરીમાં રાવણનું દહન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, મોરબીના દલવાડી લોકો દ્વારા વર્ષોથી વાડી વિસ્તારમાં વિજયા દસમીની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે ગઈકાલે અસત્ય ઉપર સત્યના વિજયને વધાવવા માટેનો કાર્યક્રમ બહુચર બાળ મંડળ દ્વારા કેનાલ રોડ ઉપર દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચે રાખવામાં આવ્યો હતો જ્યાં રાવણના પુતળાનું દહન કરતા પહેલા રામ રાવણનું યુદ્ધ નાટક રાખવામાં આવ્યું હતું ત્યાર બાદ બહુચર બાળ મંડળ દ્વારા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું આ પરંપરાને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં દલવાડી સમાજ દ્વારા જીવતી રાખવામાં આવી છે અને આગામી વર્ષોમાં પણ આ પરંપરા જળવાઈ રહે તે માટે યુવાનો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવવામાં આવે છે તે હક્કિત છે આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફાળ બનાવવા માટે સ્થાનિક યુવાનો સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News