મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એક યુવાનને ચાર શખ્સો દ્વારા પાઇપ વડે માર મરવામાં આવ્યો: ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરમાં એક યુવાનને ચાર શખ્સો દ્વારા પાઇપ વડે માર મરવામાં આવ્યો: ગુનો નોંધાયો

વાંકાનેરના જીનપરા મેઇન રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસેથી બાઈક લઈને ચાલીને પેટ્રોલ ભરવા માટે યુવાન જતો હતો ત્યારે યુવાનને આંતરિને ચાર શખ્સો દ્વારા તેને ઝાપટો મારીને લોખંડના પાઇપ વડે માથા તથા પીઠના ભાગે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જિનપરા મેઇન રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિર વાળા ચોક પાસેથી જીનપરા શેરી નં-૧૩ માં રહેતો કનુભાઈ ઉર્ફે વીકી રમેશભાઈ ચૌહાણ જાતે કોળી (૨૩) નામનો યુવાન ચાલીને પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એ ૧૮૨૪ લઈને પેટ્રોલ ભરાવવા માટે થઈને જતો હતો ત્યારે ત્યાં મુનિયો ભરવાડ, ભલાભાઇ ભરવાડ, પકો પાચાભાઇ ભરવાડ અને ધનાભાઈ પાંચાભાઇ ભરવાડ રહે. બધા જીનપરા વાળા ત્યાં આવ્યા હતા અને તેના બાઈકની આડે બાઇક ઉભો રાખીને મુનિયો ભરવાડે બાઈકમાંથી નીચે ઉતાર્યો હતો અને ફરિયાદીને ઝાપટ મારી હતી ત્યારબાદ પાઇપ વડે તેને માથાના ભાગે માર માર્યો હતો અને ભલાભાઇ ભરવાડે તેને પાઇપ વડે પીઠમાં માર માર્યો હતો અને અન્ય બે શખ્સોએ માર મારીને ગાળો આપી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News