કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર ચાર લોકોનો હુમલો


SHARE









મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર ચાર લોકોનો હુમલો

મોરબીના વજેપરા શેરી નંબર-૧૦ માં રહેતા સિરાજ રાજુભાઈ સુમરા જાતે સંધિ મુસ્લિમ નામના ૨૩ વર્ષના યુવાન ઉપર બે જગ્યાઓએ હુમલો કરવામાં આવ્યો હતો.તેને આસ્વાદ પાન પાસે તેમજ મોરબીના કંડલા બાયપાસે આવેલ ક્રિષ્ના મેલાના મેદાની સામે બે વખત જુદાજુદા સમયે માર મારવામાં આવ્યો હતો.જેથી ઇજાગ્રત સિરાજ સુમરાને દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવેલ હોય પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયાએ પહોંચીને નિવેદન દીધું હતું.જેમાં સિરાજ સુમરાએ મોરબીના પીંજારા જમાતખાનાની પાછળ રહેતા રહેમાન જામ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો એમ ચાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.જૂની અદાવતનો રોષ રાખીને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનુ તેણે પોલીસ ફરિયાદમાં જણાવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

કેનાલ રોડ અકસ્માત

મોરબીના રવાપર ગામે આવેલ લીલાપર-કેનાલ રોડ ઉપર આવેલ રામોજી ફાર્મ પાસે વાહન અકસ્માત સર્જાયો હતો.જે બનાવમાં ઈજા થતાં કેવિન રમણીકભાઈ કાસુન્દ્રા (રહે.એસપી રોડ) નામના ૧૯ વર્ષના યુવાનને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.કેવીન રામોજી ફાર્મ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક આખલા સાથે અથડાતા તેને ઇજાઓ પહોંચી હોય સારવારમાં ખસેડાયો હતો.જે બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

જુગારના ગુનામાં ધરપકડ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલ ક્રિકેટ સટ્ટાના ગુનામાં એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા અરમાન ગનીભાઈ મેમણ (ઉંમર ૨૧) રહે.ડીસા મેમણ સોસાયટી રાજપુર રોડ બિહારીબાગ જીલ્લો બનાસકાંઠાની ધરપકડ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર રહીને મજૂરી કામ કરતો સમસુભાઈ વજીયાભાઈ નીનામા નામનો ૩૩ વર્ષનો યુવાન મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા પાસેથી બાઈક લઈને જતો હતો તે સમયે તેનું બાઈક ત્યાં સ્લીપ થઈ જતા સમસુભાઇ નીનામાને ઇજાઓ થઈ હતી.જેથી તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો.તેથી એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.




Latest News