વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા
Breaking news
Morbi Today

 રાહુલ ગાંધીની સજા ઉપર સુપ્રીમે રોક લગાવતા મોરબી જિલ્લા કોંગ્રેસે કરી આતિશબાજી


SHARE







 રાહુલ ગાંધીની સજા ઉપર સુપ્રીમે રોક લગાવતા મોરબી જિલ્લા કોંગ્રેસે કરી આતિશબાજી

 માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૧૯ માં મોદી અટકને લઈને રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બદલ સુરતની સેશન કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. જેની સામે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પણ અપીલ કરી હતી. જોકે, હાઈકોર્ટે પણ તેમની અપીલ રદ્દ કરી દીધી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો હતો અને સુપ્રીમ કોર્ટમાંથી રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતીભાઈ પટેલની આગેવાની હેઠળ મોરબીના શનાળા રોડે સરદાર વલ્લ્ભભાઈ પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા સત્ય મેવ જયતે ના નારા લગાવીને આતિશબાજી કરવામાં આવી હતી ત્યારે મહેશભાઇ રાજ્યગુરુ, કે.ડી. પડ્સુંબિયા, રામભાઇ રબારી, રમેશભાઈ રબારી, ભૂપતભાઇ ગોધાણી, અલ્પેશભાઇ કોઠીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, એલ.એમ. કંઝારીયા, લલિતભાઈ કસૂન્દ્રા, દિલીપભાઇ સરડવા, ચિરાગભાઈ રાચ્છ, અશ્વિનભાઈ વિડ્જા, આબિદભાઈ ગઢવાલા, ધર્મેન્દ્રભાઈ વિડ્જાજુમાભાઇ સુમરા, રાવજીભાઇ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News