મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીની સાયન્સ કોલેજ તેમજ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરાયા


SHARE







મોરબીની સાયન્સ કોલેજ તેમજ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરાયા

મોરબીની શ્રી એમ.એમ.સાયન્સ કોલેજ મોરબીના એનસીસી વિભાગ અને 'આર્યભટ્ટ' વિજ્ઞાન કેન્દ્ર મોરબી ના સંયુક્ત ઉપક્રમે "વિશ્વ વસ્તી દિવસ"ના ઉપલક્ષમાં વસ્તી વધારો એક-સમસ્યાઓ અનેક વિષય પર એનસીસીના કેડેટ માટે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર હરીફાઈ અને નિબંધ લેખનની હરીફાઈનું આયોજન કરવામાં આવેલ હતું અને તેમાં આવેલ પ્રથમ, દ્વિતીય તથા તૃતીયને આ કૉલેજના રસાયણ શાસ્ત્રના હેડ અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પરમાર, આર્યભટ્ટ વિજ્ઞાન કેન્દ્રના હેડ દીપેનભાઈ ભટ્ટ તથા એનસીસીના વડા કેપ્ટન શર્મા દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ વિશ્વ વસ્તી દિવસ ૧૧ જુલાઈ નિમિતે વક્તૃત્વ સ્પર્ધા યોજીને વસ્તી વધારો એક-સમસ્યાઓ અનેક અંતર્ગત વિશ્વ વસ્તી દિવસનાં અનુસંધાને  "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર- મોરબી ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ.આ સ્પર્ધામાં મોરબીની વિવિધ સ્કૂલોએ ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરેલ તથા શ્રેષ્ઠ રજુઆત કરનારાઓ સ્પર્ધકોને સિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરેલ.બાળ વૈજ્ઞાનિક શ્રેષ્ઠ રજુઆત કરનારમાં પ્રથમ ક્રમે ભટ્ટ કાવ્યા કલ્પેશભાઈ (શ્રી નવનિર્માણ વિધાલય), દ્વિતીય ક્રમે હિરાણી ધ્યાના મિતેષભાઈ (શ્રી નાલંદા વિદ્યાલય વિરપર) અને તૃતિય ક્રમે સાદરિયા ધ્યાના રવિભાઈ શ્રી ગ્રીનવેલી ઈન્ટરનેશનલ સ્કૂલ લજાઈ રહ્યા હતા.તથા આ સ્પર્ધામાં શ્રીમતી આડેસરા દિપાલીબેન ઉદયકુમાર, શિક્ષક શ્રી ઑરપેટ કન્યા વિધાલય ટંકારા સર્વશ્રેષ્ઠ સ્પર્ધક તરીકે વિજેતા જાહેર કરાયા હતા.આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને એલ.એમ.ભટ્ટ તેમજ દિપેનભાઈ ભટ્ટે શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News