મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી શહેર, તાલુકા અને હળવદના સાપકડા ગામે જુગારની ચાર રેડ: ૨૧ જુગારી ઝડપાયા


SHARE











મોરબી શહેર, તાલુકા અને હળવદના સાપકડા ગામે જુગારની ચાર રેડ: ૨૧ જુગારી ઝડપાયા

મોરબી તાલુકાના લક્ષ્મીનગર, શહેરમાં આવેલ વીસીપરા વિસ્તાર અને હળવદ તાલુકાના સાપકડા ગામે જુગારની જુદી જુદી ચાર રેડ કરવામાં આવી હતી અને તેમાં કુલ મળીને ૨૧ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને જુગાર રમતા ઝડપાયેલા શખ્સોની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુના નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના સાપકડા ગામે મેઇન બજારમાં ઉમિયા કિરાના સ્ટોર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મનસુખભાઈ મોહનભાઈ રાઠોડ (૪૦), સવજીભાઈ વિજાભાઇ સીણોજીયા (૩૫), હરેશભાઈ ભગવાનભાઈ રાતોજા (૨૭), અનિલભાઈ દેવજીભાઈ રાતોજા (૨૭), વાસુદેવભાઈ વિરજીભાઈ ગોઠી (૫૫), ચંદુભાઈ ત્રિભુવનભાઈ ગોઠી (૬૫) અને મુકુંદભાઈ પરસોત્તમભાઈ રાવલ (૭૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૨,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા નાથાભાઈ ભુરાભાઈ વિરસોડિયાના મકાનમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી નાથાભાઈ ભુરાભાઈ વિરસોડિયા (૫૯), વિઠ્ઠલભાઈ નરસીભાઈ કડીવાર (૬૫), હરજીવનભાઈ હિરજીભાઈ કૈલા (૬૩), મહેશભાઈ મોહનભાઈ ભાંખોડિયા (૪૧), નવીનભાઈ ભુરાભાઈ પાંચોટિયા (૫૫) અને વિપુલભાઈ પુનાભાઈ પરમાર (૩૭) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે છ જુગારીઓને પકડીને ૯૦,૦૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં રેલ્વે સ્ટેશનની પાછળ આવેલ કબીર આશ્રમ પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા વિજયભાઈ દિનેશભાઈ રાઠોડ (૨૫), જાવીદભાઈ સીદીકભાઈ સુમરા (૩૪) અને સીદીકભાઈ અભરામભાઈ સુમરા (૬૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૧૩૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે મોરબીના વીસીપરામાં રોહીદાસપરાના વંડા પાસે જુગારની બીજી રેડ કરવામાં આવી હતી ત્યારે વિનોદભાઈ રવજીભાઈ ચૌહાણ (૨૫), અનિલભાઈ મનોજભાઈ ચૌહાણ (૨૩), વિશાલભાઈ ડાયાભાઈ ચૌહાણ (૨૫), મહેશભાઈ ખેંગારભાઈ સોલંકી (૩૦) અને સુભાષભાઈ ઉર્ફે સિંધો મૂળજીભાઈ બોસિયા (૨૬) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૪૪૬૦ ની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News