મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના લજાઈ ગામે આંતરરાષ્ટ્રીય મિલેટ સ્પર્ધા યોજાઇ


SHARE











ટંકારા તાલુકાના લજાઈ ગામે આંતરરાષ્ટ્રીય મિલેટ સ્પર્ધા યોજાઇ

સરકાર દ્વારા ચાલું વર્ષેને મિલેટ બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવી છે. હાલના તબક્કે માણસને બાજરી પચવામાં સરળ અને આરોગ્યપદ એવાં ખોરાક ધટકનો લોકો દ્વારા આહારમાં બહું ઉપયોગ કરે છે. તે માટે સરકારશ્રી દ્વારા મિલેટ વાનગી સ્પર્ધાનું આયોજન કરી છેવાડાના ગામડા સુધી જાણકારી મળે તે માટે તાલુકાકક્ષાએ અને જીલ્લા કક્ષા, રાજ્યકક્ષાએ " મિલેટ વાનગી સ્પર્ધા" નું આયોજન કરેલ છે. ટંકારા ઘટકના લજાઈ ગામે વર્કર બહેનો, સુપરવાઈઝર ત્રિવેદી રાજશ્રીબેન એમ. તથા પીએચસી આરોગ્ય સ્ટાફ લજાઈ દ્વારા પ્રાથમિક કુમાર શાળામાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય પંકજભાઈ મસોત, દુધ ડેરી સંચાલક સંજયભાઈ મસોત, ગૌતમભાઈ વામજા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ, નિતીનભાઈ માંડવિયા કુમાર શાળા આચાર્ય, યોગેશભાઈ દેત્રોજા મંત્રી લજાઈએ હાજરી આપી હતી.આ સ્પર્ધામાં મિલેટમાથી બનતી વાનગી જેવી કે બાજરી, સરગવો મિક્સ કરી બાજરી ટીકી, બાજરીના લોટના પીઝાજુવારના લાડવા, બાજરીના મુઠીયા, જુવારના ઢોકળા, બાજરીના વડા, બાજરીની કટલેસ, બાજરીના પુડલા વગેરે જેવી મિલેટમાથી બનતી "૩૦" પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી. સુપરવાઈઝર ત્રિવેદી રાજશ્રીબેન એમ. તથા પધારેલા મહેમાનો, સ્થાનિક લાભાર્થીઓને રોજીંદા આહારમાં મિલેટનો ઉપયોગ કરી તંદુરસ્તી જાળવવા તથા વિવિધ રોગોથી બચવા માટે જંક ફૂડનો ઉપયોગ બંધ કરવા જણાવ્યુ હતુ.






Latest News