મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

આધિકારીઓ આંખો ખોલો: મોરબી જીલ્લામાં ધારાસભ્યના ખુલ્લા આક્ષેપ પછી પણ નંબર પ્લેટ વગરના વાહનો બેફામ


SHARE







આધિકારીઓ આંખો ખોલો: મોરબી જીલ્લામાં ધારાસભ્યના ખુલ્લા આક્ષેપ પછી પણ નંબર પ્લેટ વગરના વાહનો બેફામ

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોય છે અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનોમાં મોટાભાગે નંબર પ્લેટ હોતી નથી આવું લોકોમાં ચર્ચા છે પરંતુ ચાર પાંચ દિવસ પહેલા ધારાસભ્યનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જેમાં તેમણે પણ એ વાતનો એકરાર કર્યો હતો કે મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર નંબર પ્લેટ વગરના વાહનો માથેલા સાંજની જેમ દોડે છે અને તે વાહનો દોડવા દેવા માટે થઈને પણ બેફામ ઉઘરાણા અને હપ્તા લેવામાં આવતા હોય છે તેવું પણ ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતું તેમ છતાં પણ આજની તારીખે હજુ પણ મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં નંબર પ્લેટ વગરના વાહનો ફરે છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.

ખનીજ માફિયાઓ માટે મોરબી જિલ્લો સ્વર્ગ સમાન છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશક્તિ નથી કારણ કે રેતી, હાર્ડમોરમ વગેરે જેવી ખનીજની વસ્તુઓની બેફામપણે જુદા જુદા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવે છે સ્થાનિક તંત્ર દ્વારા તેની સામે નક્કર કામગીરી કરવામાં આવતી નથી તેવામાં થોડા સમય પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ દ્વારા હળવદ પંથક ની અંદર રેતી માફિયા ઉપર રેડ કરવામાં આવી હતી અને ત્યારે કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને લગભગ ૫૦ જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને આ ગુનામાં હજુ અન્ય આરોપીઓને પકડવા માટેની કામગીરી ચાલી રહી છે

તેવામાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જેતપર - દેવળીયા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે ત્યાં નંબર પ્લેટ વગરનો ડમ્પર પસાર થતું હોય તેમના દ્વારા જવાબદાર અધિકારી સાથે ફોન ઉપર વાત કરવામાં આવી હતી અને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જેમાં તે કહે છે કે નંબર પ્લેટ વગરના ઘણા વાહનો દોડે છે ને તે અવારનવાર અકસ્માત સર્જે છે અને આવા વાહનો દોડે છે તેના માટે થઈને બેફામ હપ્તા પણ લેવામાં આવે છે તેવું પણ તે વીડિયોની અંદર બોલી રહ્યા છે.

ત્યારે મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર નંબર પ્લેટ ન હોય અથવા આગળની નંબર પ્લેટ ન હોય કે પછી પાછળની નંબર પ્લેટ ન હોય આવા અનેક વાહનો મોરબીના હાઇવે ઉપર માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે અને તે અવારનવાર નાના મોટા અને જીવલેણ અકસ્માતો સર્જતા હોય છે ત્યારે જોવું એ રહે છે કે ધારાસભ્ય દ્વારા નંબર પ્લેટ વગરના જે વાહનો દોડે છે તેને લઈને ઝુંબેશ હાથમાં લેવામાં આવી છે તે કેટલી અસરકારક સાબિત થાય છે કારણ કે અધિકારીઓ હજુ પણ આળસ ખંખેરીને કામે લાગ્યા હોય તેવું સ્થળ ઉપર જોવા મળતું નથી.






Latest News