મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે ઝેરી દેવા પી જતા યુવતી સારવારમાં


SHARE











ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે ઝેરી દેવા પી જતા યુવતી સારવારમાં

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારની યુવતી કોઈ કારણોસર જેવી દવા પી ગઈ હતી જેથી કરીને તેને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે તેને લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે ભગવાનજીભાઈ રતાભાઈ કકાસણીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ધુલીયા સુરતનભાઇ નીનામાં જાતે આદિવાસીની દીકરી મધુબેન નીનામા (૧૭) એ કોઈ કારણોસર વાડીએ હતી ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવીઝન પોલીસને જાણ કરવા આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદ હોવાથી એ ડિવિઝન પોલીસ મારફતે આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં બેંક ઓફ બરોડાની સામેની શેરીમાં રહેતા હુસેનભાઇ મંજરવાલા (૩૨) નામનો યુવાન મોરબીના જુના બસ સ્ટેશનથી નગર દરવાજા વચ્ચેના રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત થતા અકસ્માતમાં બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી સીટી એ ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતો ગોપાલભાઈ શાંતુભાઇ (૧૯) મોરબીના લીલાપર રોડ ઉપર થી પસાર થઈ રહ્યો હતો ત્યારે યદુનંદન ગૌશાળા નજીક બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ગોપાલભાઈ ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કના ગેટ પાસેથી મિલન પોપટભાઈ જાદવ (૨૫) નામનો યુવાન બાઈક લઈને પસાર થતો હતો ત્યારે અન્ય બાઇક સાથે બાઇક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં મિલન જાદવને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે




Latest News