મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ પાસે ભંગારના ડેલામાં સુતેલા બે યુવાનો ઉપર લોખંડના પાઇપ અને ટામી વડે હુમલો કરી મોબાઈલ ફોન અને રોકડની લૂંટ ?


SHARE











મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ પાસે ભંગારના ડેલામાં સુતેલા બે યુવાનો ઉપર લોખંડના પાઇપ અને ટામી વડે હુમલો કરી મોબાઈલ ફોન અને રોકડની લૂંટ ?

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચીમાંડલ ગામ પાસે ભંગારનો ડેલો ચલાવતા બે રાજસ્થાની યુવાનોને મોડી રાત્રિના સાડા બારથી એક વાગ્યાના અરસામાં માર મારીને રોકડ રકમ તેમજ મોબાઇલ ફોનની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ સામે આવેલ છે અને આશરે પાંચથી છ જેટલા લોકો દ્વારા મોડી રાતના ભંગારના ડેલામાં સુતેલા બે યુવાનોને હથિયારો વડે માર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી અને બાદમાં ટેબલનું ખાનું તોડીને તેમાંથી રોકડા રૂપિયા તેમજ એક મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી હોય હાલ બનાવને પગલે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રો તેમજ મોરબીના નીચી માંડલ ગામમાંથી મળતી વિગતો મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નિચી માંડલ ગામે લુંટનો બનાવ બનેલ છે જેમા ગામ નજીક ભંગારનો ડેલો આવેલો છે કે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી રાજસ્થાની લોકો પોતાનો ધંધો કરે છે આ ભંગારના ડેલામાં સુતેલા હરદેવ ગોપીજી ગુર્જર (ઉમર ૨૪) અને ગેરૂજી દયારામજી ગુર્જર (ઉમર ૪૦) હાલ રહે.બંને નીચી માંડલ તા.જી.મોરબી મૂળ રહે. રાજસ્થાન વાળાઓ ઉપર રાત્રિના આશરે સાડા બારથી એકાદ વાગ્યાના અરસામાં અજાણ્યા પાંચથી છ જેટલા ઇસમો દ્વારા લુંટના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો અને હરદેવ ગુર્જરને માથાના ભાગે તેમજ ગેરૂજી ગુર્જરને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.બનાવને પગલે ગામના સરપંચ પ્રદીપભાઈ કૂંડારીયા દ્વારા બંને ઈજાગ્રસ્તોને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના નીચી માંડલ ગામ પાસે ટાવર અને દરગાહની વચ્ચે આવેલ ભંગારના ડેલાની અંદર હરદેવ ગોપીજી ગુર્જર તથા ગેરૂજી ગુર્જર સુતા હતા અને અન્ય લોકો બાજુમાં સુતા હતા તે દરમિયાન રાત્રીના આસરે સાડા બારેક વાગ્યાના અરસામાં પાંચ-છ ઇસમો લોખંડની ટામી અને લોખંડના પાઇપ સહિતના ઘાતક હિયારો સાથે ઘૂસી આવ્યા હતા અને ડેલામાં સુતેલા હરદેવ ગુર્જર અને ગેરૂજી ગુર્જરને માથા તથા પગના ભાગે માર માર્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.બાદમાં બે પૈકીના એક વ્યક્તિનો મોબાઇલ ફોન તેમજ ટેબલનું ખાનુ તોડીને તેમાં રહેલા આશરે ૩૦ થી ૫૦ હજાર જેવી રોકડ રકમની લૂંટ ચલાવીને લુંટારૂઓ નાસી છૂટયા હોવાની માહીતી લોકો પાસેથી મળી રહી છે.બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથક ખાતે નોંધ થતા તાલુકા પોલીસ મથકના અધીકારીઓ તેમજ સ્ટાફ દ્વારા બનાવના આરોપીઓને શોધવા માટે આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News