મોરબી જિલ્લા રાજપુત કરણી સેના દ્વારા વિજકંપનીના સ્ટાફનું સન્માન કર્યું-શાળામાં સ્ટેશનરીનું વિતરણ
મોરબી જિલ્લા, તાલુકા, પાલિકા કક્ષાએ તેમજ શાળા, કોલેજ અને કારખાનાઓમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો
SHARE
મોરબી જિલ્લા, તાલુકા, પાલિકા કક્ષાએ તેમજ શાળા, કોલેજ અને કારખાનાઓમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો
વિશ્વ યોગ દિવસ અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાવાસીઓ વિવિધ જગ્યાઓ પર યોગાસનો કરી આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમની સમાંતર જિલ્લામાં તાલુકા અને પાલિકા ક્ક્ષાએ પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ શાળાઓ, કોલેજ, સરકારી કચેરીઓ, ગ્રાઉન્ડ સહિતની જાહેર જગ્યાઓ સાથે જિલ્લામાં કેટલીક જગ્યાઓએ અમૃત સરોવરના કાંઠે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજે ૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આજના આ ૯મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસે ‘વસુધૈવ કુટુંબકમ માટે યોગ’ને સિદ્ધ કરતા મોરબી જિલ્લાના ભુલકાઓએ અભ્યાસ સાથે સ્વાસ્થ્યને મહત્વ આપવા માટે યોગનું મહત્વ સમજીને યોગાસન કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. અને નિરોગી શરીર માટે પૌષ્ટીક આહાર સાથે યોગાસનનું પણ એટલું જ મહત્વ રહેલું છે ત્યારે આજનો આ દિવસ આપણે યોગનું મહત્વ સમજાવે છે. જે અન્વયે મોરબી જિલ્લામાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ યોગ કર્યા હતા અને ત્યારબાદ તે યોગને પોતાના રોજિંદા જીવનમાં સ્થાન આપશે તેવો નિર્ધાર કર્યો હતો.
વાંકાનેર પાલિકા યોગ દિન
વાંકાનેરમાં નગરપાલિકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે શાખાના ગ્રાઉન્ડમાં શાળાના વિદ્યાર્થીઓ, નગરપાલિકા સ્ટાફ અને વાંકાનેર શહેરના નાગરિકો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા આ યોગ દિવસના કાર્યક્રમમાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. સિરેશીયા, ચીફ ઓફીસર ગિરીશભાઈ સરૈયા તેમજ આગેવાનો સહિતના હાજર રહ્યા હતા
રંગપરમાં યોગ દિનની ઉજવણી
મોરબી તાલુકા કક્ષાની યોગ દિનની ઉજવણી રંગપર ગામે આવેલ અમ્રુત સરોવર ખાતે કરવામાં આવી હતી અને ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ રંગપર ગ્રામ પંચાયતના સરપંચ મેઘરાજસિંહ ઝાલા તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
થોરાળા ગામે યોગ દિન
મોરબીના થોરાળા ગામના હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ યોગ દિવસના ભાગરૂપે થોરાળા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોગના મહત્વને સમજાવવા માટે આખા ગામમાં પ્રભાત ફેરી કરી હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ આચાર્ય એન.એન. ઘુમલિયાના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કર્યો હતો.
ઘુંટુ પ્લોટ શાળા
ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઘુંટુ પ્રાથમિક શાળાના બાળકો સાથે સ્ટાફ દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને યોગનું મહત્વ પણ સમજાવ્યું હતું
હળવદ નગરપાલિકા
હળવદ નગરપાલિકા કક્ષાએ યોજાયલ કાર્યક્રમમાં શાળાના ભૂલકાઓથી લઈ વરિષ્ઠ નાગરિકો, વિવિધ વિભાગ અધિકારી, પદાધિકારીઓ, કર્મચારીઓએ હાજર રહ્યા હતા અને યોગાભ્યાસ કર્યો હતો. અને નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે હળવદ નગરપાલિકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
સાપકડા ગામે યોગ દિન
હળવદ ગ્રામ્ય વિસ્તારનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ સાપકડા ગામે અમૃત સરોવરના કિનારે હળવદ મામલતદાર ચિંતન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ગામના આગેવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા અને યોગાભ્યાસ કર્યો હતો અને કાર્યક્રમના અંતે અમૃત સરોવરના સ્થળે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વડ, પીપળો, રાયણ જેવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
નેક્સિયન કંપનીમાં યોગાભ્યાસ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જાગૃતિના ભાગરૂપે મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ નેક્સિયન કંપનીમાં પણ યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો આ યોગાભ્યાસમાં કંપનીના કર્મચારીઓના માનસિક અને આધ્યાત્મિક વિકાસને ધ્યાનમાં રાખીને નેક્સિયન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો ત્યારે કંપનીના કર્મચારીઓને ઈશા ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા સદગુરુ દ્વારા રચાયેલ ધ્યાન યોગની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના સીઓઓ, ડાયરેક્ટર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
પી.જી.પટેલ કોલેજ
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કોલેજના ટ્રસ્ટી મનસુખભાઈ આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ સહિતના હાજર રહ્યા હતા અને આ ઉજવણીમાં કોલેજના વિધાર્થીઓ અને સ્ટાફ ગણ સાથે મોરબીના અગ્રણી મહિલા તબીબ ડો. ભાવનાબેન જાની અને યોગ ટ્રેનર ડો.અલ્પા ભટ્ટ પણ જોડાયા હતા. ત્યારે ડો.રવીન્દ્ર ભટ્ટ, પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને કલેક્ટર જી.ટી.પંડ્યા દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમના અંતે કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજાએ સહુનો અભાર વ્યક્ત કર્યો હતો
સજનપર શાળામાં યોગ દિન ઉજવાયો
સજનપર પ્રા. શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના યોગ શિક્ષિકા બહેન વિરામગામાં મીનાબેન ડી. દ્વારા શાળાના તમામ બાળકોને યોગ પ્રોટોકોલ મુજબ યોગ કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ બાળકો માટે ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ લેખન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામલોકો, શાળાના વાલીઓ, એસએમસી સભ્યો, આરોગ્ય કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા તેવું શાળાના આચાર્ય અલ્પેશભાઇ પુજારાએ જણાવ્યુ છે
હડમતિયા શાળામાં યોગદિન ઉજવાયો
હડમતિયા કુમાર અને તાલુકા કન્યા શાળા તેમજ એમ.એમ. ગાંધી વિધાલય "વિશ્વ યોગ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના યોગ શિક્ષિક હર્ષદભાઈ લો, ડી.સી. રાણસરીયા, દ્વારા શાળાના તમામ બાળકોને યોગ પ્રોટોકોલ મુજબ યોગ કરાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગામલોકો, પંચાયત આગેવાનો, શાળાના વાલીઓ, એસએમસી અધ્યક્ષ સહિતના હાજર રહ્યા હતા. આ પ્રસંગે કુમાર શાળાના આચાર્યો, ટ્રસ્ટી, સદસ્યઓ સહિતના હાજર રહ્યા હતા અને યોગાભ્યાસ કર્યો હતો
માળીયા તાલુકા કક્ષાની ઉજવણી
સરવડ ખાતે આવેલ કે. પી. હોથી ઉ. મા. વિદ્યાલયમાં માળિયા મીયાણા તાલુકા કક્ષાની યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે માળીયા તાલુકા મામલતદાર પંડ્યા, નાયબ મામલતદાર મારવણીયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકઓ, વિદ્યાર્થીઓ, ગામના લોકો સહિતનાઓએ સાથે યોગ કર્યા હતા
નાલંદ વિદ્યાલયમાં યોગ દિન ઉજવાયો
ટંકારાના વીરપર પાસે આવેલ નાલંદ વિદ્યાલય ખાતે માજી મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો હતો ત્યારે શાળાના ટ્રસ્ટી અને સંચાલક સહિતના હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ યોગાભ્યાસ કર્યો હતો તેવું જયેશભાઇ ગામી જણાવ્યુ છે
સાર્થક શાળામાં યોગ દિન ઉજવાયો
મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ દ્વારા માનવ સાંકળથી યોગની શબ્દને અંકિત કર્યો હતો અને યોગ પ્રોટોકોલ મુજબ યોગ પણ કરાવવામાં આવ્યા હતા તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે









